Cricket Included in Olympics: ક્રિકેટના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. લાંબા સમય બાદ ફરી એકવાર ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી શકે છે. સમાચાર અનુસાર 2028માં યોજાનારી ઓલિમ્પિકમાં 6 દેશોની ટુર્નામેન્ટનું આયોજન કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ભલામણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા પુરૂષ અને મહિલા બંને ટીમોની ટુર્નામેન્ટ માટે કરવામાં આવી છે. ICC 2028માં યોજાનારી લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા માટે સખત પ્રયાસ કરી રહી છે. બ્રિટિશ પબ્લિકેશન ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર ICCએ આ ટુર્નામેન્ટને ઓલિમ્પિકમાં પુરૂષ અને મહિલા 6 ટીમો વચ્ચે સામેલ કરવાની ભલામણ કરી છે. T20 ફોર્મેટમાં રમાતી આ ટૂર્નામેન્ટમાં ટોચની 6 ટીમોને તેમના રેન્કિંગના આધારે સ્થાન આપવામાં આવશે.
સૂત્રો અનુસાર, 2028 ઓલિમ્પિક દરમિયાન પુરુષો અને મહિલાઓની 6 દેશોની ટી-20 ટૂર્નામેન્ટ અલગ-અલગ સ્થળોએ એકસાથે યોજવાના બદલે એક પછી એક યોજવામાં આવી શકે છે. આ સાથે ઇવેન્ટના આયોજનમાં થતા ખર્ચને ઘટાડી શકાય છે. રમતવીરોની સંખ્યા ઓછી રાખવા માટે દરેક ટીમને વધુમાં વધુ 14 ખેલાડીઓ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. ઓલિમ્પિકમાં 6 ટીમો વચ્ચે યોજાનારી આ ટુર્નામેન્ટના ફોર્મેટ વિશે વાત કરીએ તો ટીમોને 3-3ના બે જૂથમાં મૂકી શકાય છે. જેમાંથી બંને ગ્રૂપની ટોપ 2 ટીમોને સેમિફાઇનલમાં જવાની તક મળશે. નોકઆઉટ જીતનારી બંને ટીમો ફાઇનલમાં પહોંચશે. વિજેતા ટીમને ગોલ્ડ મેડલ આપવામાં આવશે જ્યારે રનર અપ ટીમને સિલ્વર મેડલ આપવામાં આવશે. આ સાથે જ સેમિફાઇનલમાં હારનો સામનો કરી રહેલી બંને ટીમો વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાશે.
ક્રિકેટ ઓલિમ્પિકનો એક ભાગ રહ્યો છે. વર્ષ 1900માં પેરિસ ઓલિમ્પિકમાં તેને રમતગમતમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ આ પ્રથમ અને છેલ્લી વખત હતો. તેમાં ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટનની માત્ર બે ટીમોએ ભાગ લીધો હતો. ગ્રેટ બ્રિટને અહીં ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે ફ્રાન્સે સિલ્વર મેડલ મેળવ્યો.
આ પણ વાંચો: World/ચીનની સેનાને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા, સેનાની તાકાત વધારવા કરી રહ્યું છે
