પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિએ અનોખી રીતે સરકારની બેદરકારી સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વાસ્તવમાં એક વ્યક્તિના રેશનકાર્ડમાં તેની અટકની જગ્યાએ કૂત્તો લખવામાં આવ્યો હતો. આ વિશે જાણ્યા પછી, રેશન કાર્ડ ધરાવનાર વ્યક્તિ અધિકારી પાસે પહોંચ્યો અને કૂતરાની સ્ટાઇલમાં ભસતા ભસતા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
#WATCH पश्चिम बंगाल: बांकुड़ा में राशन कार्ड में उपनाम के गलत लिखे जाने पर एक व्यक्ति ने सरकारी अधिकारी के सामने ‘भौंक’ कर विरोध किया गया। प्रदर्शन का वीडियो वायरल हुआ। (19.11) pic.twitter.com/yqKC58NwPg
— ANI_HindiNews (@AHindinews) November 20, 2022
સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સામે એક વ્યક્તિ કૂતરાની જેમ ‘ભસીને’ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. તેણે કહ્યું કે રેશનકાર્ડમાં મારી અટક ‘દત્તા’ને બદલે ‘કુત્તા’ લખવામાં આવી છે. જેના લીધે તે બારે રોષમાં જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, અધિકારી પોતાની કારમાં સરકારી ઓફિસે પહોંચે છે,ત્યારે ગુસ્સે થયેલ વ્યક્તિ કૂતરાની જેમ ભસતો અને ધ્રૂજતો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સામે એક કાગળ બતાવે છે. પીડિતાના વિચિત્ર વર્તનથી અધિકારીઓ શરૂઆતમાં અચંબામાં પડી જાય છે, પરંતુ બાદમાં આ બાબતની જાણ થતાં તેની અરજી સ્વીકારે છે.
પીડિતાની અરજીને ધ્યાનથી વાંચ્યા પછી, અધિકારી તેની કાર પાસે ઉભેલા એક વ્યક્તિને અરજી આપે છે અને તેને ભૂલ સુધારવા માટે સૂચના આપે છે. બીજી તરફ, પીડિત વ્યક્તિએ જણાવ્યું હતું કે તેણે બે વખત સુધારણા માટે અરજી કરી હતી પરંતુ તેની અપીલને અવગણવામાં આવી હતી. ત્યારબાદ તેની અરજી આગળ વધારવા માટે તેને કૂતરાની નકલ કરવાની ફરજ પડી હતી.
પીડિતા શ્રીકાંત દત્તાએ જણાવ્યું કે હું બીડીઓની સામે કૂતરા જેવું વર્તન કરવા લાગ્યો. તેમણે મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો અને ચાલ્યા ગયા. આપણા જેવા સામાન્ય લોકો કેટલી વાર કામ છોડીને સુધારા માટે અરજી કરવા જશે? રેશનકાર્ડમાં મારી અટક સળંગ 3 વખત ખોટી રીતે લખવામાં આવી હતી. પ્રથમ બે વખત શ્રીકાંત મંડલ અને શ્રીકાંતી લખવામાં આવી હતી જ્યારે આ વખતે મારું નામ જે શ્રીકાંત દત્તા છે તે શ્રીકાંત કુટ્ટા લખવામાં આવ્યું હતું. હું ફરીથી અરજી માટે ગયો હતો જ્યાં મેં જોઈન્ટ બીડીઓને જોઈને રજૂઆત કરી હતી
