Gujarat Election/ ચૂંટણીમાં રેકોર્ડ તોડવા છે એટલે હું તમારી સમક્ષ આવ્યો છું : PM મોદી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે આજે સોમનાથ મંદિરે દર્શન કરી મહાદેવનું ખાસ પૂજન અર્ચન કર્યું હતું.

Top Stories Gujarat

ગુજરાતમાં વિઘાનસભા ચૂંટણીના મતદાનની તારીખો જાહેર થઈ ચૂકી છે. ત્યારે હવે ભાજપ, આપ અને કોંગ્રેસ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવાયો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણીના મેદાનમાં આવી ગયા છે. તેઓ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન સોમનાથમાં દર્શન કર્યા પછી પ્રચારના દોરને આગળ વધારશેગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  રવિવારે સવારે   સોમનાથ મંદિરમાં ભગવાનના દર્શન કરી  પૂજા અર્ચના કરી હતી

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે આજે સોમનાથ મંદિરે દર્શન કરી મહાદેવનું ખાસ પૂજન અર્ચન કર્યું હતું. ત્યાં વિધિવત પૂજા કર્યા પછી તેમણે વેરાવળ ખાતે જનસભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં 2 રેકોર્ડ તોડવા માટે જનતાને જણાવ્યું હતું.નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે આ ચૂંટણીમાં મારે રેકોર્ડ તોડવા છે એટલે હું તમારી સમક્ષ આવ્યો છું.

PM મોદીએ કહ્યું કે સોમનાથ દાદાની પવિત્ર ધરતી પરથી મેં આ ચૂંટણી રેલીમાં ભાગ લીધો છે. ગઈકાલે હું કાશીના દરબારમાં હતો તો આજે સોમનાથનાં ચરણોમાં છું. સોમનાથ દાદાના આશીર્વાદ હોય અને એની સાથે જનતા પણ સાથે હોય તો બીજી શું વાત. નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે આ ચૂંટણીમાં મારે રેકોર્ડ તોડવા છે એટલે હું તમારી સમક્ષ આવ્યો છે.