દેશની અગ્રણી પાર્ટીઓ અને તેમના નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું કૌશલ્ય બતાવવા મેદાને ઉતર્યા છે. આ વખતે વેજલપુર વિધાનસભા બેઠક પર પણ લડાઈ જોવા મળી રહી છે. આ ગુજરાતની એક મહત્વપૂર્ણ વિધાનસભા સીટ છે, જ્યાંથી ભાજપે 2017માં જીત મેળવી હતી. વાસ્તવમાં, વેજલપુર વિધાનસભા બેઠક ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવે છે.
વેજલપુર ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ 11 (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા દસ્ક્રોઇ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ સાથે જ વેજલપુર ગુજરાતની 182 વિધાનસભા સીટો પૈકીની એક પણ છે. વેજલપુરમાં અમદાવાદ શહેર તાલુકાના વસ્ત્રાપુર, મકતમપુર, ગ્યાસપુર, વેજલપુર, મકરબા, સરખેજ-ઓકાફ, જોધપુર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરની વેજલપુર બેઠક આમ તો ભાજપ ગઢ ગણાય છે. મુસ્લિમ અને ઓબીસી મતદારોનો પ્રભૂત્વ ગણાતી આ બેઠક સેમી અર્બન તરીકે ગણાય છે. ઉલ્લેખનીય છે કે નવા સિમાંકન બાદ સરખેજ બેઠકથી અલગ થઈ છે.
2017માં વેજલપુર વિધાનસભા બેઠક પર કુલ 53.43 ટકા મતદાન થયું હતું. 2017માં ભાજપના ચૌહાણ કિશોર બાબુલાલે INCના શાહ મિહિરભાઈ સુબોધભાઈને 22567 મતોથી હરાવીને બેઠક જીતી હતી. વેજલપુર વિધાનસભા બેઠક ગાંધીનગર સંસદીય મત વિસ્તાર હેઠળ આવે છે. આ સંસદીય ક્ષેત્રના સાંસદ અમિત શાહ છે, જે ભાજપના દિગ્ગજ નેતા છે. તેમણે INC ના ડૉ સીજે ચાવડાને 557014 થી હરાવ્યા.
આ વખતે ચૂંટણી મેદાનમાં આમ આદમી પાર્ટીએ પણ પ્રવેશ કર્યો છે જેને લઈને ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. આ પગલે પક્ષો તૈયારી મજબૂત કરી રહ્યાં છે, જે અંતર્ગત વેજલપુર વિધાનસભા અંતર્ગત આવતા જોધપુર વોર્ડના રત્નમણી પાર્ટીપ્લોટમાં સ્થાનિક આગેવાન ભાજપના કાર્યકર્તા હાજર રહ્યા હતા. તો આ બેઠકમાં વિજય આગેકૂચ નામ આપવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં ચૂંટણી આવી રહી છે જેને લઈને ભાજપ દ્વારા અત્યારથી જ કમર કસવાની શરૂઆત કરી દેવાઇ છે.. આ બેઠકમાં ભાજપના પ્રદેશ મહામંત્રી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં કઈ રીતે ચૂંટણી જીતવી અને લોકો વચ્ચે ક્યાં મુદ્દાઓ લઈને વધવું તેને લઈને પણ ચર્ચા થઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આ સિવાય તાજેતરમાં જ આમ આદમી પાર્ટી દ્વારા વેજલપુર વિધાનસભામાં મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ પરિષદના પ્રદેશ પ્રમુખ શ્રી જિતેન્દ્ર ઉપાધ્યાય, અગ્રણી નેતા શ્રી કેતન ભાઈ રાઠોડ, વેજલપુર વિધાનસભાના પાર્ટીના સંગઠન મંત્રી શ્રી ભાવિન ભાઈ પટેલ અને શ્રી લક્ષ્મણ ભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મશાલ યાત્રા સંપન્ન થઈ હતી. મોટા પ્રમાણમાં શિક્ષણ પરિષદ અને અન્ય કાર્યકર્તાઓ જોડાયા હતા. વીજળી બિલને લઈને લોકોમાં સરકાર સામે મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે, આમ આદમી પાર્ટીની મશાલ યાત્રાને મોટો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ પણ વાંચો:ડાર્ક વેબ પર વેચાયો AIIMSમાંથી ચોરાયેલો ડેટા, હેકરે માંગ્યા 200 કરોડ, ચીનના હાથમાં હોવાની આશંકા
આ પણ વાંચો:“બંગાળીઓ માટે માછલી બનાવીશું” ટિપ્પણી બદલ અભિનેતા પરેશ રાવલે માંગી માફી
આ પણ વાંચો:પ્રથમ તબક્કાના સૌથી ધનિક ઉમેદવાર, ટોપ-10માં કેટલાક સાતમું પાસ તો કેટલાક ત્રીજુ પાસ
