Indian Army/ ભારત-ચીન તણાવ વચ્ચે આવતીકાલથી વાયુસેના યુદ્વભ્યાસ કરશે, સુખોઈ અને રાફેલ ફાઈટર જેટ ઉડશે

તવાંગમાં  ભારતીય અને ચીની દળો વચ્ચેની અથડામણ વચ્ચે ભારતીય વાયુસેનાની પૂર્વ કમાન્ડ ગુરુવાર (15 ડિસેમ્બર) થી બે દિવસીય યુદ્વભ્યાસ કરવા જઇ રહી છે,

Top Stories India

તવાંગમાં  ભારતીય અને ચીની દળો વચ્ચેની અથડામણ વચ્ચે ભારતીય વાયુસેનાની પૂર્વ કમાન્ડ ગુરુવાર (15 ડિસેમ્બર) થી બે દિવસીય યુદ્વભ્યાસ કરવા જઇ રહી છે, વાયુસેનાએ નોટમ એટલે કે એરમેનને નોટિસ પણ જારી કરી છે. જો કે તવાંગની ઘટના પહેલા જ નક્કી કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન અરુણાચલ પ્રદેશને અડીને આવેલા LAC પર વાયુસેનાની તાકાતનો નમૂનો ચોક્કસપણે જોવા મળશે.

મળતી માહિતી મુજબ, અરુણાચલ પ્રદેશ અને આસામમાં યોજાનારી આ કવાયત માટે વાયુસેનાએ 8 ડિસેમ્બરે નોટમ જાહેર કર્યું હતું. આ NOTAM દ્વારા, અરુણાચલ પ્રદેશ અને આસામના હવાઈ ક્ષેત્રમાં ઉડ્ડયન અંગે ચેતવણી જારી કરવામાં આવી છે જેથી સિવિલ ફ્લાઈટ્સ અને સિવિલ એટીસીને આ બે દિવસ (15-16 ડિસેમ્બર) દરમિયાન ફાઈટર એરક્રાફ્ટની વધુ પડતી ઉડાન અંગે એલર્ટ જારી કરવામાં આવશે..

ભારતીય વાયુસેના અને શિલોંગ (મેઘાલય) સ્થિત ઈસ્ટર્ન કમાન્ડે આ કવાયત અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ઈસ્ટર્ન કમાન્ડના તમામ એરબેઝ આ કવાયતમાં ભાગ લઈ શકે છે. તેમાં આસામના તેજપુર, ઝાબુઆ અને જોરહાટ એર બેઝનો સમાવેશ થઈ શકે છે. આ સિવાય બંગાળના હસીમારા અને કલાઈકુંડા અને અરુણાચલ પ્રદેશની એડવાન્સ લેન્ડિંગ સ્ટ્રીપ મુખ્યત્વે આ કવાયતમાં ભાગ લેશે.