ICICI Bank Loan Case: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આજે ICICI બેંક ફ્રોડ કેસમાં વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલની ધરપકડ કરી છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી બેંક ફ્રોડ કેસમાં કરવામાં આવી રહી છે. આ પહેલા આ કેસમાં ICICIના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઈ કોર્ટમાં હાજર થશે
કોચરની પૂછપરછ બાદ ધૂતની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ બાદમાં તેમને મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરશે. તપાસ એજન્સી તેના કસ્ટોડિયલ રિમાન્ડની માંગણી કરશે. આરોપ લગાવવામાં આવ્યો હતો કે ICICI બેંક લિમિટેડે ટ્રેન્ડ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, સેન્ચ્યુરી એપ્લાયન્સ લિમિટેડ, કૅલ લિમિટેડ, વેલ્યુ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ઈવાન ફ્રેઝર એન્ડ કંપની ઈન્ડિયા લિમિટેડને લગભગ 3,250 કરોડ રૂપિયાની ક્રેડિટ સુવિધાઓ મંજૂર કરી હતી.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જCBIએ કથિત ICICI બેન્ક-વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં ICICI બેન્કના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને દીપક કોચરની ધરપકડ કરી હતી. આ કેસમાં સીબીઆઈએ 2019માં એફઆઈઆર નોંધી હતી. CBIએ ગુનાહિત ષડયંત્ર સંબંધિત IPC કલમો હેઠળ નોંધાયેલી FIRમાં ચંદા કોચર, તેમના પતિ અને વિડિયોકોન ગ્રૂપના વેણુગોપાલ ધૂતની સાથે ન્યુપાવર રિન્યુએબલ્સ, સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને આરોપી બનાવ્યા હતા.
એવો આરોપ છે કે વિડિયોકોન જૂથને 2012માં ICICI બેંક પાસેથી રૂ. 3,250 કરોડની લોન મળ્યા બાદ વિડીયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતે કથિત રીતે ન્યુપાવરમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સીબીઆઈએ 2019માં એફઆઈઆર નોંધ્યા બાદ એક નિવેદનમાં કહ્યું હતું કે આરોપ છે કે આરોપીઓએ આઈસીઆઈસીઆઈ બેંકને છેતરવાના ગુનાહિત કાવતરામાં ખાનગી કંપનીઓને અમુક લોન મંજૂર કરી હતી.
2012માં વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા લોન આપવામાં આવી હતી. જે પાછળથી NPA થયું હતું પછીથી તેને “બેંક ફ્રોડ” કહેવામાં આવ્યું. સપ્ટેમ્બર 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દીપક કોચરની ધરપકડ કરી હતી. 2012 માં, ચંદા કોચરની આગેવાની હેઠળની ICICI બેંકે વિડિયોકોન જૂથને 3,250 કરોડની લોન આપી હતી અને છ મહિના પછી વેણુગોપાલ ધૂતની માલિકીની મેસર્સ સુપ્રીમ એનર્જીએ મેસર્સ ન્યુપાવર રિન્યુએબલ્સને 64 કરોડની લોન આપી હતી. જેમાં દીપક કોચરનો 50% હિસ્સો છે.
Bank Holiday/નવા વર્ષ પહેલા બેંકના મહત્વના કામો પતાવી દેજો નહીંતર મુશ્કેલીમાં મૂકાશો!જાન્યુઆરીમાં આટલા દિવસ બેંક
