Corona India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે મેં યહાં પે આયા નહીં હું મુજે લાયા ગયા હૈ, આ જ બાબત કોરોનાને સંપૂર્ણપણે લાગુ પડે છે. કોરોના ભારતમાં (Corona India) આવતો નથી, પણ તેને લાવવામાં આવે છે. તેને લાવનારા છે વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ. ભારતમાં અગાઉ પણ કોરોના વિદેશથી આવતા પ્રવાસીઓ દ્વારા જ લાવવામાં આવ્યો હતો. આ વખતે પણ પરિસ્થિતિ તેવી જ છે.
કોરોનાને લઈને સરકાર સતર્ક છે અને ખાસ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટ (Internation airport) પર ચેકિંગ સઘન બનાવ્યું છે તેના પરિણામ પણ સામે આવી રહ્યા છે. બિહારના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા પછી કર્ણાટકના બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ (Kempgowda Airport) પર ચાર મુસાફરો કોરોના પોઝિટિવ (Corona Positive) મળી આવ્યા છે. ચારેય સંક્રમિતોને ક્વોરેન્ટાઈન (Quarantine) કરવામાં આવ્યા છે. તેઓ જેના સંપર્કમાં આવ્યા છે તેનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે.
ચીન, જાપાન સહિત ઘણા દેશોમાં કોરોના સંક્રમણની (Corona infection) ગતિ પર કોઈ બ્રેક લાગી નથી. અન્ય દેશોમાં પણ કોરોનાના વધતા જતા કેસો અંગે ભારત સરકાર (Indian government) સતર્ક છે. કેન્દ્ર સરકાર કોરોનાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. દરમિયાન આજે દેશભરની તમામ હોસ્પિટલોમાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવી રહી છે.
કોવિડની તૈયારીઓને લઈને હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. તે જ સમયે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandviya) લોકોને માસ્ક પહેરવા અને કોવિડ -19 સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવા અને સાવચેત રહેવા વિનંતી કરી છે. માંડવિયાએ ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ માર્ગદર્શિકાની નીતિને અનુસરવા અને સંવેદનશીલ લોકોને સાવચેતીનો ડોઝ આપવા પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આપણે સતત સામૂહિક પ્રયાસો દ્વારા જ ચેપ પર કાબુ મેળવી શકીએ છીએ.
ઉલ્લેખનીય છે કે કોરોનાને લઈને ચીનમાં અત્યંત ખરાબ સ્થિતિ છે. માનવામાં આવે છે કે રોજના દસ લાખથી પણ વધુ કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત જાપાનની સ્થિતિ પણ ખરાબ છે અને ત્યાં કોરોનાના રોજના હજારો કેસ સામે આવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. યુરોપમાં પણ કોરોના ધીમે-ધીમે માથુ ઉચકી રહ્યો છે. બ્રિટને તો કોરોનાના કેસના આંકડા જ જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો છે. યુરોપની બીજી સરકારે પણ અર્થતંત્રને વિપરીત અસરોથી બચાવવા માટે કોરોનાના આંકડા બતાવી રહી નથી. અમેરિકામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તેને ડામવા માટે ભારત સરકારે પણ તૈયારીઓ આદરી દીધી છે.
આ પણ વાંચોઃ
અમદાવાદ કોરોના/અમદાવાદમાં કોરોનાના એક જ દિવસમાં નવ કેસઃ રેન્ડમ ટેસ્ટિંગમાં શનિવારે આવ્યા આટલા કેસ
