Voice of Global South Summit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે સભ્ય દેશોને ભાઈ કહીને સંબોધ્યા. સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય ગ્લોબલ સાઉથનો અવાજ વધારવાનો છે. તેમણે કહ્યું કે આ મારું સૌભાગ્ય છે, “હું આ સમિટમાં તમારું સ્વાગત કરું છું. હું તમારો આભાર માનું છું કે તમે વિશ્વના વિવિધ સ્થળોએથી આમાં ભાગ લઈ રહ્યા છો. ભારતે હંમેશા તેનો વિકાસલક્ષી અનુભવ ગ્લોબલ સાઉથના તેના ભાઈઓ સાથે શેર કર્યો છે.
We have turned the page on another difficult year that shows war, conflict, terrorism & geopolitical tensions, rising food fertilizers and fuel prices. Most of the global challenges have not been created by Global South but they affect us more: PM at Voice of Global South Summit pic.twitter.com/5YaNQeFNnb
— ANI (@ANI) January 12, 2023
પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે અમે યુદ્ધ, સંઘર્ષ, આતંકવાદ અને ભૂ-રાજકીય તણાવ, ખોરાક, ખાતર અને ઇંધણની વધતી કિંમતો દ્વારા ચિહ્નિત થયેલ વધુ એક મુશ્કેલ વર્ષ પાછળ છોડી દીધું છે. મોટાભાગના વૈશ્વિક પડકારો ગ્લોબલ સાઉથ દ્વારા બનાવવામાં આવતા નથી, પરંતુ અમને વધુ અસર કરે છે. તેમણે કહ્યું કે જેમ જેમ ભારત આ વર્ષે જી20 પ્રમુખપદની શરૂઆત કરે છે, તે સ્વાભાવિક છે કે અમારું લક્ષ્ય વૈશ્વિક દક્ષિણના અવાજને વિસ્તૃત કરવાનું છે.
અમે વિદેશી શાસન સામેની લડાઈમાં એકબીજાને ટેકો આપ્યો હતો અને અમે આ સદીમાં ફરી એક નવી વિશ્વ વ્યવસ્થાનું નિર્માણ કરી શકીએ છીએ જે આપણા નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરે છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટમાં જણાવ્યું હતું. તમારો અવાજ ભારતનો અવાજ છે અને તમારી પ્રાથમિકતાઓ ભારતની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે વૈશ્વિક મુદ્દાઓને ઉકેલવામાં સંયુક્ત રાષ્ટ્ર જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની મોટી ભૂમિકા છે. આપણે તેમાં સુધારા અને પ્રગતિનો સમાવેશ કરવો જોઈએ
