PM Modi Security Karnataka: કર્ણાટકમાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. પીએમ મોદી કર્ણાટકના હુબલીમાં રોડ શો કરી રહ્યા હતા. પીએમ મોદીના રોડ શો દરમિયાન એક યુવકે તેમની સુરક્ષા કોર્ડન તોડીને તેમને હાર પહેરાવ્યો હતો. સુરક્ષાકર્મીઓએ યુવકને બહાર કાઢ્યો હોવા છતાં પીએમ મોદીની સુરક્ષામાં ખામી હોવાનું મનાય છે.
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અહીં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરતા પહેલા રોડ શો કર્યો હતો. આ દરમિયાન લોકો રસ્તાની બંને બાજુએ તેમનું સ્વાગત કરવા માટે ઉભા હતા. તો પીએમ મોદીએ તેમની ચાલતી કારના ‘રનિંગ બોર્ડ’ પર ઉભા થઈને ભીડનું અભિવાદન સ્વીકાર્યું અને બધાનો આભાર માન્યો, આ સાથે જ લોકો ‘મોદી-મોદી’ અને ભારત માતા કી જયના નારા લગાવતા જોવા મળ્યા.
#WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi.
(Source: DD) pic.twitter.com/NRK22vn23S
— ANI (@ANI) January 12, 2023
આ દરમિયાન ભીડમાંથી નીકળતો એક યુવક પીએમની કાર પાસે પહોંચ્યો અને તેમને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો, જે સુરક્ષામાં ક્ષતિ હોવાનું માનવામાં આવે છે. તો કેટલાક સ્થળોએ લોકોએ તેમના કાફલાના ધીમા માર્ગ પર ફૂલોની વર્ષા કરી હતી. જાણવા મળે છે કે પીએમ મોદી અહીં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના અવસર પર રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે.
આ પણ વાંચો: Entertentment/સસ્પેન્ડર પહેરીને ડાન્સ કરવો કેમ હતુ અપમાનજનક , જાણો ‘નાચો-નાચો’ ગીતમાં અભિનેતાના લૂકનો ઈતિહાસ
આ પણ વાંચો: State Govt/સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો: Video/હુબલીમાં રોડ શો દરમિયાન PM મોદીની નજીક આવ્યો શખ્સ, સામે આવ્યો વીડિયો
