ODI World Cup: ભારતીય ટીમની બહાર ચાલી રહેલા અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે આ વર્ષે કાઉન્ટી ક્રિકેટમાં લેસ્ટરશાયરનું પ્રતિનિધિત્વ કરશે. આ 34 વર્ષીય ખેલાડીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.
મંગળવારે ક્લબની જાહેરાત અનુસાર તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝન પછી આઠ કાઉન્ટી મેચો અને વન ડે કપની સમગ્ર સિઝન માટે ટીમની સેવા કરશે. IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરી રહેલા રહાણેએ લિસેસ્ટરશાયર ક્રિકેટ ટીમની વેબસાઈટ પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે, હું આગામી સિઝન માટે લેસ્ટરશાયર સાથે જોડાઈને ખુશ છું. હું મારા નવા સાથી ખેલાડીઓ સાથે રમવા અને લેસ્ટર શહેરનો આનંદ માણવા માટે ઉત્સુક છું.
રહાણેએ 2019માં હેમ્પશાયરનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેણે કાઉન્ટી ડેબ્યૂમાં નોટિંગહામશાયર સામે સદી ફટકારી હતી. આ રણજી સિઝનમાં મુંબઈની આગેવાની કરતાં તેણે સાત મેચમાં 57.63ની એવરેજ અને એક બેવડી સદીથી 634 રન બનાવ્યા છે. તેણે તમામ ફોર્મેટમાં ભારતની કપ્તાની કરી છે. રહાણેએ ટેસ્ટમાં 12 અને વનડેમાં ત્રણ સદી સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે 8,000થી વધુ રન બનાવ્યા છે. તેણે 82 ટેસ્ટમાં 38.52ની એવરેજથી 4,931 રન અને 90 વનડેમાં 35.26ની એવરેજથી 2,962 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: Economic Survey/મુખ્ય આર્થિક સલાહકારે વ્યક્ત કર્યો વિશ્વાસ, કહ્યું- કોરોનાના નુકસાનમાંથી બહાર આવી ચુકી છે અર્થવ્યવસ્થા
