- ધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિત સુવિધાઓનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- મુખ્યમંત્રીશ્રીએ કોન્ફરન્સ હોલમાં રણોત્સવની શરૂઆતથી લઈને વર્તમાન સુધીની સફરને નિહાળી
- રિસોર્ટનું સંચાલન ધોરડો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે
કચ્છનું ધોરડો ખાતેનું સફેદ રણ હવે Dhordo White Ran વિશ્વના પ્રવાસન નકશા પર મૂકાશે, કારણે કે અહીં સાતથી નવ ફેબ્રુઆરી 2023 દરમિયાન જી-20 બેઠકનું આયોજન થઈ રહ્યું છે. હાલમાં આ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં વિશ્વના ટોચના 20 સમૃદ્ધ દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રતિનિધિઓની સાથે તેમનો સ્ટાફ પણ હોય છે. આ બેઠકમાં ભાગ લેવા પધારેલા Dhordo White Ran મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જી-20 બેઠકના બીજા દિવસે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ તેમજ એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યુ હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમજ ગુજરાતના પ્રવાસન્ Dhordo White Ran મંત્રી મુળુભાઈ બેરા પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયાહુસૈન પાસેથી રણોત્સવની શરૂઆતથી માંડીને અત્યાર સુધીની સફરની વિગતવાર જાણકારી મેળવી હતી. તત્કાલી મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2008માં રણોત્સવમાં આપેલા સંબોધનને પણ કોન્ફરન્સ હોલ ખાતે Dhordo White Ran મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નીહાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગેટ વે ટુ રણ રિસોર્ટનું ઉદઘાટન કર્યુ હતુ. વાસ્તવમાં રણોત્સવની પરિકલ્પના પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હતી.

ગેટ વે ટુ રણ રિસોર્ટમાં નવનિર્મિત અદ્યતન કોન્ફરન્સ હોલ ધોરડો ખાતેના વિવિધ આયોજનો સમયે મહત્વનો બની રહેશે. ગેટ વે ટુ રણ રિસોર્ટમાં ધોરડો રણોત્સવ કમિટી વર્ષ 2022-23 દ્વારા કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિત એપ્રોચ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રિસોર્ટનું સંચાલન ધોરડો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, નાણા વિભાગના અગ્ર સચિવશ્રી મોના ખંધાર, ગુજરાત ટુરિઝમના એમડી શ્રી આલોક પાંડે, જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા તેમજ અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ
Repo Rate Hike/ RBIનો વધુ એક ઝાટકો, રેપો રેટમાં વધુ એક વધારો; દરમાં 0.25 ટકાની વૃદ્ધિથી EMI વધશે
આરોપ નકારાયો/ “અદાણીને એરપોર્ટ સોંપવા માટે કોઈ દબાણ ન હતું “: જીવીકેના વડાએ રાહુલ ગાંધીનો આરોપ નકાર્યો
Milk Production/ દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વનો નંબર વન દેશ બન્યોઃ પુરુષોત્તમ રુપાલા
