Not Set/ NRC કેટલા છીંડા ..!!  પૂર્વ રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદના પરિવારનું નામ NRC યાદીમાં સામેલ નથી

આસામના રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર (એનઆરસી) ની અંતિમ સૂચિમાંથી 19 લાખથી વધુ લોકોને બાકાત રાખવામાં આવ્યા છે. આ 19 લાખ લોકોમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહેમદના પરિવારનો પણ સમાવેશ છે. આસામના રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર (એનઆરસી) ની અંતિમ સૂચિમાંથી 19 લાખથી વધુ લોકોને બાકાત રાખવામાં આવ્યા છે. આ 19 લાખ લોકોમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી […]

Top Stories India

આસામના રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર (એનઆરસી) ની અંતિમ સૂચિમાંથી 19 લાખથી વધુ લોકોને બાકાત રાખવામાં આવ્યા છે. આ 19 લાખ લોકોમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહેમદના પરિવારનો પણ સમાવેશ છે.

આસામના રાષ્ટ્રીય સિવિલ રજિસ્ટર (એનઆરસી) ની અંતિમ સૂચિમાંથી 19 લાખથી વધુ લોકોને બાકાત રાખવામાં આવ્યા છે. આ 19 લાખ લોકોમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહેમદના પરિવારનો પણ સમાવેશ છે.

કામરૂપ જિલ્લાના રંગીયામાં રહેતા ફખરૂદ્દીન અલી અહમદના ભત્રીજાના પુત્ર સાજિદ અહમદે જણાવ્યું હતું કે, તેના પરિવારનું નામ આ યાદીમાં નથી, જેના કારણે તે આઘાત પામ્યો છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે જુલાઈમાં બહાર પાડવામાં આવેલા એનઆરસી ડ્રાફ્ટમાં પણ તેમના અને તેમના પરિવારજનોનો ઉલ્લેખ નથી.

સાજિદ અલી અહેમદે કહ્યું કે, તેમના સિવાય તેમના પિતા (પૂર્વ રાષ્ટ્રપતિના ભત્રીજા) નું પણ અંતિમ સૂચિમાં નામ નથી.

સાજિદ અલીએ તેમની પીડા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,  ‘મારા દાદાનું નામ ઇકરામુદ્દીન અલી અહેમદ છે અને તે પૂર્વ રાષ્ટ્રપતિના ભાઈ છે. હું તેનો પૌત્ર છું. અમે રોનગિયા પેટા વિભાગના બારાભાગીયા ગામે રહીએ છીએ. અમે સ્થાનિક રહીશો છીએ, પરંતુ અમારું નામ સૂચિમાં નથી, તે ચિંતાજનક છે. અમે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના પરિવારના સભ્યો છીએ, પરંતુ અમારું નામ સૂચિમાંથી ગુમ થયેલ છે.

ઉલ્લેખનીય છે કે, ફખરૂદ્દીન અલી અહેમદ 1974 થી 1977 દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ હતા. તેઓ ભારતના 5 માં રાષ્ટ્રપતિ હતા.

રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટર (એનઆરસી) ની અંતિમ સૂચિ શનિવારે 31 ઓગષ્ટ ના રોજ ઉત્તર પૂર્વી રાજ્ય આસામમાં જાહેર કરવામાં આવી હતી. 19,06,657 ના નામ આ સૂચિમાં શામેલ નથી. અંતિમ સૂચિમાં કુલ 3,11,21,004 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.