Not Set/ 100 યુવતીઓને વીડિયો કોલ કરી પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવ્યા હતા આ વિકૃતે

મુંબઇમાં એક એવો વિકૃત યુવક પકડાયો છે જેણે અનેક મહિલાઓને બીભત્સ વીડિયો મોકલ્યા હતા.પોલીસે આ યુવકને પકડતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મુંબઈના વડાલા પોલીસે 26 વર્ષના ગેરેજ મિકેનિક સંભાજી હુસેનકરની ધરપકડ કરી છે. તેણે 100થી વધુ મહિલા અને યુવતીઓને વીડિયો કોલ કરી પ્રાઈવેટ પાર્ટ શો કર્યો હતો. આ યુવક મહિલાઓ અને યુવતીઓના નંબર મેળવી […]

India

મુંબઇમાં એક એવો વિકૃત યુવક પકડાયો છે જેણે અનેક મહિલાઓને બીભત્સ વીડિયો મોકલ્યા હતા.પોલીસે આ યુવકને પકડતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

મુંબઈના વડાલા પોલીસે 26 વર્ષના ગેરેજ મિકેનિક સંભાજી હુસેનકરની ધરપકડ કરી છે. તેણે 100થી વધુ મહિલા અને યુવતીઓને વીડિયો કોલ કરી પ્રાઈવેટ પાર્ટ શો કર્યો હતો. આ યુવક મહિલાઓ અને યુવતીઓના નંબર મેળવી તેને કોલ કરતો હતો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો. તેમજ પોતાના અશ્લિલ ફોટો અને વીડિયો મોકલતો હતો.વિકૃત દિમાગ ધરાવતો સંભાજી હુસૈનકર મૂળ કોલ્હાપુર નો છે અને હાલ શહેરના વર્લી વિસ્તારમાં રહે છે.

મુંબઈમાં ગ્રાન્ટ રોડ સ્થિત એક ગેરેજમાં મિકેનિકનું કામ કરતા સંભાજી એક એપ દ્વારા વોટ્સેપની પ્રોફાઇલ તસવીરો જોઈ લેતો હતો અને ત્યારબાદ વાતચીત કરવા માટે મહિલા કે યુવતીની પસંદગી તેના આધારે કરતો હતો.જે યુવતીઓના ફોન નંબર તેની પાસે આવે તેને વીડિયો કોલ કરી પોતાનો પ્રાઇવેટ પાર્ટ બતાવતો હતો.એ સિવાય અશ્લીલ ફોટા અને વીડિયો પણ મોકલતો.

જો કે  વડાલા સ્થિત એક કોલેજમાં બીકોમ ફર્સ્ટ યરની સ્ટુડન્ટને સભાજીએ જ્યારે ે ફોન કર્યો ત્યારે અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ જોઈને યુવતીએ અવગણ્યો હતો પરંતુ પછી જ્યારે યુવક સતત ફોન કરતો હતો ત્યારે કોઈ સંબંધી હોવાની શક્યતાને આધારે તેણે કોલ ઉપાડ્યો હતો.

યુવતીએ કોલ ઉપાડતા જ યુવકે પહેલા સામાન્ય વાતચિત કરી હતી જે બાદ તેણે અશ્લિલ વાત કરવાની શરુ કરી હતી. હજુ યુવતી કોલ કાપે તે પહેલા તો તેણે પોતાના પ્રાઇવેટ પાર્ટ દર્શાવવાનું શરું કરતા યુવતી હેબતાઈ ગઈ હતી. તેણે ફોન ડિસકનેક્ટ કરી પોતાનો મોબાઈલ ડેટા જ બંધ કરી દીધો હતો અને માતા-પિતાને સમગ્ર હકીકત જણાવી હતી.

યુવતીના માતા-પિતાએ વડાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કર્યા બાદ હુસૈનકર સામે પોક્સો એક્ટ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “આરોપી નંબર મેળવવા અને તે મહિલા છે કે નહીં તે ચેક કરવા માટે એક મોબાઈલ એપની મદદથી પ્રોફાઇલ પિક્ચર પહેલા ચેક કરતો હતો. તેમજ મહિલા હોવાની ખાતરી થયા બાદ કોલ કરતો હતો.

પોલીસે આ મામલે હવે વધુ પીડિતો અંગે તપાસ શરું કરી છે. આરોપીની આ વિકૃતતાનો ભોગ બનેલી અન્ય પીડિતાઓ સાથે પણ પોલીસ સંપર્ક સાધવા પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.