Not Set/ આજે મારુ કોઈ સમ્માન નથી કરતુ, કદાચ મૃત્યુ બાદ કરે – મુલાયમનું દર્દ છલક્યું

લાંબા સમયથી રાજનીતિક પરિદ્રશ્યથી ગાયબ રહેલા સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને પૂર્વ રક્ષા મંત્રી મુલાયમ સિંહ યાદવનું દર્દ શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન છલક્યું હતું અને તેઓ ભાવુક થઇ ગયા હતા. સમાજવાદી વિચારક અને પૂર્વ મંત્રી ભગવતી સિંહના 86માં જન્મ દિવસ અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં એમણે કહ્યું કે  આજે મારુ કોઈ સમ્માન નથી કરતા, પરંતુ કદાચ […]

Top Stories India

લાંબા સમયથી રાજનીતિક પરિદ્રશ્યથી ગાયબ રહેલા સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને પૂર્વ રક્ષા મંત્રી મુલાયમ સિંહ યાદવનું દર્દ શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન છલક્યું હતું અને તેઓ ભાવુક થઇ ગયા હતા.

સમાજવાદી વિચારક અને પૂર્વ મંત્રી ભગવતી સિંહના 86માં જન્મ દિવસ અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં એમણે કહ્યું કે  આજે મારુ કોઈ સમ્માન નથી કરતા, પરંતુ કદાચ મારા મૃત્યુ બાદ લોકો એવું કરશે. મુલાયમ સિંહે ભાષણ દરમિયાન કહ્યું કે રામ મનોહર લોહિયા પણ આવું જ કહેતા હતા કે જીવતા કોઈ સમ્માન નથી કરતુ.

ખુબ જ ભાવુક અંદાજમાં મુલાયમ સિંહે આગળ જણાવ્યું કે લોહિયા સાથે પણ આવું જ થયું હતું. લોહિયા કહેતા હતા કે આ દેશમાં જીવતાનું કોઈ સમ્માન નથી કરતુ.

મુલાયમ સિંહ ગયા વર્ષે પાર્ટીમાં નેતૃત્વને લઈને પુત્ર અને ભાઈ વચ્ચે થયેલા પારીવારીક ઝગડા બાદ રાજનીતિક પરિદ્રશ્યમાં વધારે સક્રિય દેખાતા નથી. ગયા વર્ષે વિવાદ દરમિયાન એમણે કહ્યું કે જે પુત્ર પિતાનો સગો ના થયો, એ કોનો સગો થશે.  તેમ છતાં મારા આશીર્વાદ પુત્ર સાથે છે. પરંતુ તેઓ એના ફેંસલાથી ખુશ નથી.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મુલાયમે નવરાત્રી દરમિયાન પુત્ર અખિલેશ વિષે કહ્યું હતું કે પુત્ર અખિલેશ કપટી નીકળ્યો, આ આમે નહિ દેશના સૌથી મોટા પદ પર બેસનાર કહી રહ્યા છે.

પાર્ટીમાં ઉત્તરાધિકારી વિવાદને લઈને એમના ભાઈ શિવપાલ અને પુત્ર અખિલેશ વચ્ચે જોરદાર ખેંચતાણ જોવા મળી હતી. એ સમયે મુલાયમ અખિલેશ થી એટલી હદે નારાજ હતા, કે તેઓ વિધાનસભા ચૂંટણીથી દૂર થઇ ગયા હતા. જોકે, ચૂંટણીના કારણે એમણે અખિલેશ વિષે ખુલીને કોઈ નિવેદન આપ્યું નહતું.