માટીપગું તંત્ર/ ભરૂચમાં માટીપગા માટીચોરો સામે તંત્ર પણ માટીપગું નીકળ્યુંઃ સીએમે મેદાનમાં ઉતરવું પડ્યું

રેતી ચોરીના કિસ્સામાં માટીપગા માટીચોરો સામે ભરૂચ જિલ્લાનું તંત્ર પણ માટીપગું નીવડતા છેવટે સીએમ ઓફિસે આ કિસ્સામાં કાર્યવાહી કરવા આગળ આવવું પડ્યું છે. 

Top Stories Gujarat
  • આમોદના વાતરસા ગામની કરોડો રૂપિયાની માટી ચોરી કૌભાંડની વાત મુખ્યમંત્રીના દરવાજે પહોંચી
  • મુખ્યમંત્રી કચેરી દ્વારા જિલ્લા કલેકટરને યોગ્ય કાર્યવાહીના આદેશ
  • જિલ્લા વહિવટીતંત્રની ખો-ખોની રમતનો દાવ આખરે મુખ્યમંત્રીના દ્વારે પહોંચ્યો
  • અરજદારોને રમતો રમાડવામાં માહિર બનેલા વહીવટીતંત્રના મુખ્યમંત્રી કાર્યાલયે કાન આમળ્યા

ભરૂચ:આમોદ તાલુકાના વાતરસા ગામે એક ગામ તળાવ તેમજ માટીપગુ તંત્ર તલાવડીમાંથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની થયેલી માટી ચોરી કૌભાંડ બાબતે ગામના જાગૃત નાગરિકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ઓનલાઈન અરજી કરતાં માટીચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી તુરંત જ ભરૂચ જીલ્લા કલેકટરને યોગ્ય કાર્યવાહી કરી ઓનલાઈન જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. રેતી ચોરીના કિસ્સામાં માટીપગા માટીચોરો સામે ભરૂચ જિલ્લાનું તંત્ર પણ માટીપગું નીવડતા છેવટે સીએમ ઓફિસે આ કિસ્સામાં કાર્યવાહી કરવા આગળ આવવું પડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાતરસા ગામના નાગરિકે અનેક વખત માટીપગુ તંત્ર તાલુકા વિકાસ અધિકારી તેમજ ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવા છતાં માટી ચોરો સામે કોઈ કાર્યવાહી નહીં કરતાં ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. આ ઉપરાંત ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીએ આમોદ તાલુકા વિકાસ અધિકારીને બબ્બે વખત માટી ચોરી કૌભાંડ બાબતે પોલીસ ફરિયાદ કરવાના આદેશ કર્યા હોવા છતાં આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

ગામની તલાવડી તેમજ તળાવમાંથી ગેરકાયદેસર  બે લાખ મેટ્રિક ટન માટી ચોરી કરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી હતી. જે બાબતે ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા વાતરસા ગામના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચને 4,93,50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. છતાં આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જીલ્લા વિકાસ અધિકારીના આદેશની અવગણના કરી પોલીસ ફરિયાદ દાખલ નહીં કરાતા ગામના જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ કરી હતી.

આના પગલે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી ભરૂચ જીલ્લા કલેકટરને કાર્યવાહી કરી ઓનલાઈન જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. ત્યારે અરજદારોની આ બાબતે બુમો ઉઠતી રહે છે કે વહિવટીતંત્રના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બની અરજદારોને આ ટેબલ થી પેલા ટેબલ પર મોકલી ખોખોની રમતો રમતાં હોય છે અને કાર્યવાહીના નામે સમય પસાર કરતાં રહે છે.

ટેબલ પર બેસેલા જવાબદાર અધિકારી અરજદારને તારીખ પર તારીખ આપતાં રહે છે જેના પરિણામે બેફામ બનેલા તત્વોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં ફાવટ મળી જાય છે અને કૌભાંડીઓ સુરા પહેલવાન બની જાહેરમાં ફરતા નજરે ચઢે છે. ત્યારે જવાબદાર અધિકારીઓની બેજવાબદારી કરતુતોના પગલે આખરે અરજદારે ન્યાય માટે રાજ્યના મુખ્યમંત્રીનો દ્વાર ખટખટાવ્યો હતો અને આખરે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જિલ્લા કલેકટરને યોગ્ય કાર્યવાહી કરવાના આદેશનું ફરમાન કર્યું છે. ત્યારે મુખ્યમંત્રીના આદેશનું માન જળવાશે કે પછી આવા આદવશોને ઘોરીને પી જવાશે તે તો આવનાર સમયે ખબર પડશે પણ જો કૌભાંડોની રજૂઆતો જિલ્લા વહિવટીતંત્રને નહિ પણ રાજ્યના મુખ્યમંત્રીને જ કરવાની થતી હોય તો ભરૂચ જિલ્લા વહીવટીતંત્રમાં ધરખમ ફેરફારની તાકીદે જરૂરત ઉભી થઈ છે.

 

આ પણ વાંચોઃ સિસોદિયાની ધરપકડ/ દારૂ કૌભાંડ કેસમાં CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી, 8 કલાક સુધી પૂછપરછ ચાલી

આ પણ વાંચોઃ Pak Bomb Blast/ પાકના બલૂચિસ્તાનમાં આતંકવાદીઓએ કરેલા બોમ્બ વિસ્ફોટમાં 4ના મોત

આ પણ વાંચોઃ Amrutpalsingh/ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે કહ્યું- હું ભારતીય નથી, એજન્સીઓ તપાસમાં લાગી