Rajkot News: રાજકોટ (Rajkot)ના ધોરાજીમાં જેતપુર (Jetpur)માં પાણીનાં ટાંકામાં પડતા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. બાળક રમતા રમતા અકસ્માતે ટાંકામાં પડ્યો હોવાનું અનુમાન માનવામાં આવી રહ્યું છે. ત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત થતા પરિવારમાં શોક છવાયો છે. ઉદ્યોગનગર પોલીસે (Udhyognagar Police) અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જીલ્લામાં ધોરાજી તાલુકામાં જેતપુર ગામમાં કરૂણ ઘટના બની છે. ધોરાજી રોડ (Dhoraji Road) પર આવેલા જલારામ નગરમાં 5 વર્ષનું બાળક રમત રમતાં પાણીનાં ટાંકામાં પડી જતા કરૂણ મોત નિપજ્યું છે. ઘરના ફળિયામાં રહેલ પાણીના ટાંકામાં બાળક પડ્યો હતો, રમતા-રમતા ગૂમ થયાં બાદ પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવતાં માતાપિતા ચોધાર આંસુએ રડ્યાં હતા. બાળક રમતા રમતા અકસ્માતે ટાંકામાં પડ્યો હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે.
ધાર્મિક અપારનાર્થી નામનો 5 વર્ષીય બાળક અકાળે મોત (Death)ને ભેટ્યો હતો. બાળકને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો છે, ત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત થતા પરિવારમાં શોક છવાયો છે. ઉદ્યોગનગર પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
થોડા મહિના અગાઉ સુરત(Surat)ના ઉધના(Udhana)માં રેલ્વે કોલોની નજીક ખુલ્લા મેદાનમાં 5-6 ફૂટ પાણી ભરેલા ખાડામાં 8 વર્ષનું બાળક પડી જતાં મોત (Death) થયું છે. રમતા રમતા પાણી ભરેલા ખાડામાં પડતા સમયસર બચાવ ન થતાં તેનું અકાળ મોત નિપજ્યું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરત (Surat) જીલ્લાના ઉધનામાં રેલ્વે કોલોની નજીક પાણી ભરેલા 5 થી 6 ફૂટ ઊંડા ખાડામાં રમતા રમતા 8 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ઇબાદુલ નામનો બાળક મિત્રો સાથે રમતો હતો, ત્યારે અચાનક બાળક રમતા-રમતા પાણી ભરેલા ખાડામાં પડ્યો હતો. લોકોએ તાત્કાલિક બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધ્યો છે. ઘટના કેવી રીતે ઘટી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:ટેમ્પો ચાલક બન્યો બેફામ, સૂતેલા નાના બાળક પર ટેમ્પો ચઢાવીને કચડ્યો, માતાની નજર સામે જ બાળકનું મોત
આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત
આ પણ વાંચો:સુરતમાં સચીન GIDCમાં પતંગ ચગાવતા બાળકનું મોત નિપજ્યું
