Senior Citizens/ વરિષ્ઠ નાગરિકોને રેલવે મુસાફરી પર ફરીથી ડિસ્કાઉન્ટ મળશે? સંસદની સ્થાયી સમિતિએ કરી ભલામણ

કોરોના રોગચાળા પછી, દેશની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે, તેથી હવે ફરી એકવાર વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં રાહત આપવાની માંગ શરૂ થઈ છે

Top Stories India

senior citizens:   કોરાના રોગચાળા બાદ વૃદ્ધોને રેલવેમાં રાહત મળવાનું બંધ થઈ ગયું હતું. કોરોના રોગચાળા પછી, દેશની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે, તેથી હવે ફરી એકવાર વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં રાહત આપવાની માંગ શરૂ થઈ છે. સંસદની સ્થાયી સમિતિએ પણ આ અંગે ભલામણ કરી છે.ભારતીય રેલ્વે 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષોને ભાડામાં 40 ટકા છૂટ આપતી હતી અને જ્યારે લઘુત્તમ વય 58 વર્ષની હોય ત્યારે મહિલાઓને 50 ટકા છૂટ આપવામાં આવતી હતી. આ છૂટછાટો મેલ/એક્સપ્રેસ/રાજધાની/શતાબ્દી/દુરંતો ગ્રૂપ ટ્રેનોના તમામ વર્ગોના ભાડામાં આપવામાં આવી હતી, પરંતુ કોરોનાના આગમન પછી 20 માર્ચ 2020થી બંધ કરવામાં આવી હતી.

સાંસદ રાધા મોહન સિંહની (senior citizens) અધ્યક્ષતામાં રેલ્વે મંત્રાલય પર સંસદીય સ્થાયી સમિતિએ આ ભલામણ કરી છે. સોમવારે (13 માર્ચ) સોમવારે સંસદના બંને ગૃહોમાં આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સમિતિએ કહ્યું કે, “વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવેલી છૂટ ફરી શરૂ થવી જોઈએ.”સમિતિએ રેલવે મંત્રાલયને આ અંગે વિચાર કરવા વિનંતી કરી છે. તેના અહેવાલમાં, સમિતિએ કહ્યું, “જો તમામ વર્ગોમાં આ શક્ય ન હોય તો, વરિષ્ઠ નાગરિકો માટે સ્લીપર અને થર્ડ એસીમાં ઓછામાં ઓછી છૂટછાટ ધ્યાનમાં લેવી જોઈએ, જેથી સંવેદનશીલ અને ખરેખર જરૂરિયાતમંદ નાગરિકો આ વર્ગોમાં સુવિધાનો લાભ લઈ શકે.

રેલવે કહ્યું, “કન્સેશન ફરી શરૂ કરવાની (senior citizens)તેની કોઈ તાત્કાલિક યોજના નથી. પહેલાથી જ તમામ મુસાફરોને 50-55 ટકા છૂટ આપવામાં આવી રહી છે.” રેલ્વે અનુસાર, વર્ષ 2019માં રેલ્વેમાં મુસાફરી કરનારા વરિષ્ઠ નાગરિકોની સંખ્યા 7.4 કરોડ હતી. ત્યારથી, રેલ્વે દ્વારા મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2021ની વાત કરીએ તો પ્રવાસ કરનારા વરિષ્ઠ નાગરિકોની સંખ્યા 7.4 કરોડથી ઘટીને 1.3 કરોડ થઈ ગઈ છે.

Budget Session 2023/રાહુલ ગાંધીના નિવેદનથી ભાજપના સાંસદો નારાજ બંને ગૃહમાં મચાવ્યો હંગામો, વિશેષાધિકાર