Bharuch/ ભરૂચ GIDCમાં લાગી ભીષણ આગ, દૂર-દૂર સુધી દેખાયા ધૂમાડાના ગોટે ગોટા

પ્લાસ્ટિકના વેરહાઉસમાં લાગેલી આગ ગણતરીના પળોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે બે-ત્રણ કિલોમીટર દૂરથી જ ધૂમાડા દેખાઈ રહ્યા હતા.

Gujarat Others
ભીષણ આગ

 ભરૂચ GIDCમાં આજે વહેલી સવારે નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. જો કે આગની જાણ થતા નગરપાલિકા સહિતના ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પ્લાસ્ટિક એ પેટ્રોકેમ મટીરીયલ હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવવો પડકાર સમાન બની રહ્યો છે. સદનશીબે હજુસુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને ભીષણ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે વેરહાઉસમાં રહેલું પ્લાસ્ટિક મેટ્રોકેમ મટીરીયલ હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયરની ટીમને મોટો પડકાર આવી રહ્યો છે. આગની ઘટનામાં હજુ સુધી સદનસીબે કોઈ જાનહાનિની ખબર સામે આવી નથી.

આગનું સ્વરૂપ વધુ વિકરાળ હોવાથી આસપાસમાં આવેલી કંપનીઓ સુધી આગ ફેલાય નહીં તે માટેના પ્રયાસો ફાયર વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા અહીં નજીકમાં પાર્ક કરવામાં આવેલા વાહનો પણ આગના લપેટામાં આવી ગયા છે.

સદનશીબે ઘટનામાં હજુસીધી કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ સાંપડ્યા નથી. નર્મદા પ્લાસ્ટિકમાં લાગેલી આગ આસપાસની કંપનીઓમાં ન ફેલાય તે માટે ફાયર બ્રિગેડની વધુ ગાડીઓ મદદે બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો:સફાઈકર્મીના મૃત્યુનો મામલો, મૃતકના પરિવારની નોકરી અને મકાન આપવાની માંગ

આ પણ વાંચો:કાર્યક્રમ અધુરો છોડીને ગૃહરાજ્ય મંત્રી સાબરમતી સેન્ટ્રલ જેલ પહોચ્યા, અનેક તર્ક વિતર્ક

આ પણ વાંચો:ભાવનગર કમોસમી વરસાદે ખેડૂતો ને રાત પાણીએ રોવડાવ્યા, ડુંગળી પર ફરી વળ્યું પાણી