ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ૩ર-કના અસરકારક અમલ માટે રાજયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ર૦૧૧ના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલમાં મુકવાનું ઠરાવેલ હતું. હવે રાજ્ય સરકાર દ્વારા તા.૧૫/૦૪/૨૦૨૩થી જંત્રીના ભાવો નીચે મુજબ અમલમાં મૂકવામાં આવશે.
– રાજયમાં જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-૨૦૧૧માં તા. ૦૪/૨/૨૦૨૩થી ખેતી તથા બિનખેતીની જમીનના દરો બે ગણા કરવામાં આવેલ તથા તેનો અમલ તા.૧૫/૦૪/૨૦૨૩થી કરવાનુ અગાઉ તા. ૧૧/૨/૨૦૨૩ના ઠરાવથી ઠરાવેલ.
આ દરોમાં
- – ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત રાખવાનુ
- જયારે Composite rate (જમીન + બાંધકામના સંયુકત દર) માં રહેણાંકના દર બે ગણાના બદલે ૧.૮ ગણા કરવાનું, ઓફીસના ભાવ બે ગણાના બદલે
- ૧.૫ ગણા (દોઢા) કરવાનું, તથા દુકાનના ભાવ બે ગણા યથાવત રાખવાનુ તેમજ
- જંત્રી બાબતે ઇસ્યુ થયેલ તા. ૧૮/૪/૨૦૧૧ની ગાઈડ લાઇન મુજબ જુદા જુદા પ્રકારના બાંધકામ માટે નકકી થયેલ દરો તા. ૪/૨/૨૩થી બે ગણા કરેલ તેના
- બદલે હવે તા. ૧૫/૪/૨૦૨૩થી આ દર ૧.૫ ગણા (દોઢા) કરવાનું આથી ઠરાવવામાં આવે છે.
પ્રિમિયમના દરમાં ઘટાડો કરવા બાબત
-ખેતીથી – ખેતી ૨૫% ના બદલે ૨૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.
-ખેતીથી – બિનખેતી ૪૦% ને બદલે ૩૦% પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.

પેઈડ એફ.એસ.આઈ. માટે નીચેના નિર્ણયો લેવામાં આવ્યા
- પ્લાન પાસીંગની પ્રક્રીયામાં સ્ક્રુટીની ફી ભરેલ હોય તેવા કીસ્સામાં જુની જંત્રી મુજબ પેઈડ એફ.એસ.આઇ. વસુલવામાં આવશે.
- જે કીસ્સાઓમાં પ્લાન પાસ થયેલ હોય અને એફ.એસ.આઈ. ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કીસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફ.એસ.આઈ.માં લાગુ પાડવામાં નહીં આવે.
- જે કિસ્સાઓમાં ટી.ડી.આર.નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જુની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલ દરથી રકમ વસુલવામાં આવશે.
- પેઈડ એફ.એસ.આઈ. માટે નીચેના કોષ્ટકમાં જણાવેલ ઝોનમાં નવી જંત્રી અનુસાર વસુલવા પાત્ર રકમ જંત્રીના ટકાવારી અનુસાર દર્શાવ્યા પ્રમાણે વસુલવામાં આવશે.
