વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. વડાપ્રધાને હવન અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદી ધોતી-કુર્તામાં પ્રવેશ કર્યો હતો, લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે પૂજા કર્યા બાદ પીએમ મોદીને અધિનમના સંતો દ્વારા સેંગોલ સોંપવામાં આવ્યું અને તમિલનાડુના 20 પંડિતોના આશીર્વાદ લીધા.
સંસદમાં સર્વધર્મ પ્રાર્થના યોજાઈ
ત્યારબાદ પીએમ મોદીએ સેંગોલ લગાવીને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ પછી પીએમ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ ‘સર્વ ધર્મ પ્રાર્થના’ કાર્યક્રમમાં સામેલ થયા. ધાર્મિક નેતાઓએ સર્વધર્મ પ્રાર્થનામાં વિવિધ ભાષાઓમાં પ્રાર્થના કરી.
#WATCH | PM @narendramodi, along with CM’s from different states attend multi-faith prayers at the inauguration #NewParliamentBuilding@PMOIndia #MyParliamentMyPride pic.twitter.com/lZCJT6jtmv
— SansadTV (@sansad_tv) May 28, 2023
આ કાર્યક્રમમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, એસ જયશંકર અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા.
PM મોદીએ ‘સેંગોલ’ સમક્ષ દંડવત પ્રણામ કર્યા
સન્માનના ચિહ્ન તરીકે, પીએમ મોદીએ સમારોહ દરમિયાન ‘સેંગોલ’ સમક્ષ પ્રણામ કર્યા અને તમિલનાડુના વિવિધ મંદિરોના પૂજારીઓ પાસેથી આશીર્વાદ લીધા. ત્યારપછી તેમણે વૈદિક મંત્રોના ઉચ્ચારણ વચ્ચે ‘સેંગોલ’ને નવા સંસદ ભવન સુધી લઈ ગયા અને સ્પીકરની ખુરશીની બાજુમાં લોકસભા ચેમ્બરમાં સ્થાપિત કર્યું.
પીએમે ભવન નિર્માણમાં રોકાયેલા કામદારોનું સન્માન કર્યું
ત્યારબાદ પીએમ મોદીએ સંસદની નવી ઇમારતના નિર્માણ અને વિકાસમાં મદદ કરનારા કેટલાક કામદારોનું સન્માન પણ કર્યું હતું. જણાવી દઈએ કે હવે નવા સંસદ ભવનમાં 888 સભ્યો લોકસભામાં બેસી શકશે. સંસદની વર્તમાન ઇમારતમાં લોકસભામાં 543 અને રાજ્યસભામાં 250 સભ્યો માટે બેઠકની જોગવાઈ છે.
ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંસદના નવનિર્મિત ઈમારતમાં લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યોની બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ગૃહોનું સંયુક્ત સત્ર લોકસભા ચેમ્બરમાં યોજવું જોઈએ.
આ પણ વાંચોઃ બેદરકારી/ બિહારમાં મધ્યાહન ભોજન યોજનામાં મળ્યો સાપઃ 100 જેટલા બાળકો થયા બીમાર
આ પણ વાંચોઃ મણિપુર હિંસા/ મણિપુરમાં સેના અને આસામ રાઈફલ્સનું પેટ્રોલિંગ વધાર્યું, બદમાશો વિરુદ્ધ ગુપ્તચર ઓપરેશન ચાલુ
આ પણ વાંચોઃ મણિપુર હિંસા/ મણિપુરમાં સેના અને આસામ રાઈફલ્સનું પેટ્રોલિંગ વધાર્યું, બદમાશો વિરુદ્ધ ગુપ્તચર ઓપરેશન ચાલુ
