વિવાદ/ આદિપુરુષના ડિરેક્ટરે મંદિરના પરિસરમાં એક્ટ્રેસને કરી કિસ,વીડિયો આવ્યો સામે…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઈ છે જેમાં આખી ટીમ મંદિર પરિસરમાં છે. કૃતિ બધાને અલવિદા કહી રહી છે, પછી ઓમ રાઉતે કૃતિને ગળે લગાડીને તેના ગાલ પર કિસ કર્યું હતુ. 

Entertainment

સાઉથના સુપરસ્ટાર એક્ટર પ્રભાસ અને બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન આદિપુરુષ ફિલ્મને લઈને ફરી એક હોબાળો થયો છે. આ વખતે ફિલ્મનો સીન, પાત્રોનો લુક કે VFX કારણ નથી. પ્રભાસની આ ફિલ્મ તેના ડિરેક્ટર ઓમ રાઉતના કારણે વિવાદોમાં છે. તિરુમાલા મંદિરના પરિસરમાં કૃતિ સેનનને કિસ કરતા ત્યાં હંગામો મચી ગયો હતો.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઈ છે જેમાં આખી ટીમ મંદિર પરિસરમાં છે. કૃતિ બધાને અલવિદા કહી રહી છે, પછી ઓમ રાઉતે કૃતિને ગળે લગાડીને તેના ગાલ પર કિસ કરી હતી. મંદિરની અંદર આવો સ્નેહ દર્શાવવા પર સવાલો ઉભા થયા છે.

આંધ્ર પ્રદેશના બીજેપીના રાજ્ય સચિવ રમેશ નાયડુએ ટ્વીટ કરીને તેની નિંદા કરી હતી, જોકે હવે આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું- શું પવિત્ર સ્થાન પર આવી પ્રવૃત્તિઓ કરવી જરૂરી છે? “તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરની સામે કિસ અને આલિંગન જેવી બાબતો અનાદરજનક છે. આ સહન કરવામાં આવશે નહીં.”

આદિપુરુષ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તે પહેલા ફિલ્મને લઈને આવો વિવાદ સારો સંકેત નથી. આ સમગ્ર વિવાદ પર હજુ સુધી ઓમ રાઉત કે કૃતિ સેનન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આ પણ વાંચો:જબલપુરમાં માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, મોટી દુર્ઘટના ટળી, ટેન્કરોમાં હતો LPG ગેસ

આ પણ વાંચો:ઉ.પ્ર.ના રાજઘરાનાની સંપત્તિનો વિવાદ રસ્તા પરઃ બહેનનો ભાઈ પર માર મારવાનો આરોપ

આ પણ વાંચો: બાલાસોર દુર્ઘટનામાં સ્થાનિકોએ હજારથી વધુ લોકોના જીવ બચાવ્યાઃ સીએમ નવીન પટનાયક

આ પણ વાંચો:પહેલવાનોને વાતચીત માટે કેન્દ્ર સરકારનું આમંત્રણ