Akash Ambani Daughter Name/ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની લાડલીનું થયું નામકરણ, જાણો નામનો અર્થ

અંબાણી પરિવારે 31 મે, 2023ના રોજ જન્મેલા નવા સભ્યનું નામ જાહેર કર્યું છે. અંબાણી પરિવારે એક સ્વીટ મેસેજ સાથે બાળકીનું નામ જાહેર કર્યું છે.

Trending Entertainment
અંબાણી

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી (Mukesh Ambani)  અને નીતા અંબાણી (Nita Ambani) ના મોટા પુત્ર આકાશ અંબાણી (Akash Ambani)  અને તેમની પત્ની શ્લોકા મહેતા (Shloka Mehta) તાજેતરમાં જ એક પુત્રીના માતા-પિતા બન્યા છે. જેનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અને હવે અંબાણી પરિવારે 31 મે, 2023ના રોજ જન્મેલા નવા સભ્યનું નામ જાહેર કર્યું છે. અંબાણી પરિવારે એક સ્વીટ મેસેજ સાથે બાળકીનું નામ જાહેર કર્યું છે.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની બાળકીનું નામ ‘વેદા આકાશ અંબાણી’ રાખવામાં આવ્યું છે. જણાવીએ કે, વેદાનો સંસ્કૃત અર્થ ‘જ્ઞાન’ છે. અંબાણી પરિવાર દ્વારા જારી કરાયેલ બાળકીનું નામકરણ કાર્ડ પણ આકાશ અંબાણીના ફેન પેજ પર શેર કરવામાં આવ્યું છે. કાર્ડમાં લખ્યું હતું, “ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને ધીરુભાઈ અને કોકિલાબેન અંબાણીના આશીર્વાદથી, પૃથ્વી તેની નાની બહેન વેદા આકાશ અંબાણીના જન્મની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે.”

 

View this post on Instagram

 

A post shared by Akash Mukesh Ambani (@akashambani_fc)

જણાવી દઈએ કે પૃથ્વી આકાશ અંબાણી આકાશ અંબાણીના મોટા પુત્ર છે. જેનો જન્મ ડિસેમ્બર 2020માં થયો હતો. શ્લોકા મહેતાએ NMACC ના ઉદઘાટન સમારોહ દરમિયાન તેની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી. જે બાદ તે અનેક પ્રસંગોએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. શ્લોકા મહેતાએ 31 મે, 2023ના રોજ પોતાની બાળકીને જન્મ આપ્યો છે. હાલમાં જ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ પણ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.

આ પણ વાંચો:કાજોલનો ચોંકાવનારો નિર્ણય, સોશિયલ મીડિયામાંથી લીધો બ્રેક, બધી પોસ્ટ કરી ડિલીટ

આ પણ વાંચો:27 વર્ષ બાદ ભારત કરવા જઈ રહ્યું છે ‘મિસ વર્લ્ડ 2023’ નું આયોજન, ટૂંક સમયમાં જાહેર થશે ફાઇનલ ડેટ

આ પણ વાંચો: નસીરુદ્દીન શાહ પર ભડક્યા મુકેશ ખન્ના, કહ્યું- ‘…લવ જેહાદ ગેંગમાં જોડાઈ જાવ!’

આ પણ વાંચો:આ સીનને લઇ ગદર-2 રિલીઝ પહેલા જ ફસાઈ મોટી મુશ્કેલીમાં

આ પણ વાંચો:વિવાદો વચ્ચે ‘તારક મહેતા…’માં નવી દયા બેનની એન્ટ્રી થશે? અભિનેત્રીએ પોતે જ કહ્યું સત્ય!