હાલમાં ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં સ્કૂટરની સૌથી વધુ માંગ છે. ઓલા, ઓવા, ઈથર જેવી કંપનીઓએ માર્કેટ કબજે કર્યું છે. જો કે, બજારમાં ઘણા ઈલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદકો છે. આજકાલ ઘણા એવા સ્કૂટર ઉપલબ્ધ છે જે ન્યૂનતમ કિંમતે વધુમાં વધુ માઈલેજ આપે છે. આજે અમે તમને 70 હજારથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ બેસ્ટ 7 સ્કૂટર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
અહીં રૂ. 70,000થી ઓછી કિંમતના ટોચના 7 ઈલેક્ટ્રિક સ્કૂટર છે
1.BattRE Electric LoEV ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 68,900 છે અને એકવાર તેની બેટરી સંપૂર્ણ ચાર્જ થઈ જાય, તો તમે 60 કિમી સુધીની રેન્જ મેળવી શકો છો.
2.Okinawa Liteની એક્સ-શોરૂમ કિંમત રૂ. 66,993 છે અને તેની બેટરી રેન્જ સિંગલ ચાર્જ પર 60 કિમી સુધીની છે.
3.Okinawa R30 ની એક્સ-શોરૂમ કિંમત 61,998 રૂપિયા છે અને તેની બેટરી રેન્જ 60 કિમી સુધીની છે.
4.AMO Electric Jauntyની એક્સ-શોરૂમ કિંમત રૂ. 62,964 છે અને તેની સિંગલ ચાર્જ રેન્જ 75 કિમી સુધીની છે.
5.Yulu Wynn ભારતીય બજારમાં ઓછી કિંમતે એક સારું ઈલેક્ટ્રિક સ્કૂટર પણ છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ 55,555 છે અને તેની સિંગલ ચાર્જ રેન્જ 68km સુધી છે.
6.હીરો ઈલેક્ટ્રિક ઓપ્ટિમા સ્કૂટર રૂ. 67,190 થી શરૂ થાય છે અને એક જ ચાર્જ પર તેની રેન્જ 82 કિમી છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 45 kmph છે.
7.Bounce Infinity E1 ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 64,299 છે અને તેની બેટરી રેન્જ સિંગલ ચાર્જ પર 85 કિમી સુધીની છે.
આ પણ વાંચો:WhatsApp પર હવે નકામા કોલ નહીં આવે, બસ આ ફીચર ઓન કરો
આ પણ વાંચો:ઇન્સ્ટાગ્રામ રીલ્સનું લાગ્યું છે વ્યસન? બસ આટલું કામ કરો, આદત સુધરશે
આ પણ વાંચો:રાત્રે AC ચલાવવા માટે વધુ બિલ ચૂકવવું પડશે, સરકારે નવા ટેરિફ પ્લાનને મંજૂરી આપી
આ પણ વાંચો:ઓછા વેચાણને કારણે ટાટાની આ બે કારના શાસનનો અંત આવી ગયો છે!
