આની ચોરી હોય...?/ 8 મહિનાથી મહિલાના અંડરગાર્મેન્ટ્સ ચોરાઈ રહ્યા હતા, ચોરને પકડવા કરી આ યુક્તિ

જ્યારે પણ કોઈ મહિલા તેના કપડા સૂકવવા માટે બહાર મૂકતી ત્યારે તેના અન્ડરગાર્મેન્ટ્સ ચોરાઈ જતા હતા. આખરે 8 મહિનાથી અન્ડરગાર્મેન્ટ કોણ ચોરી રહ્યું છે? મહિલાએ જાતે જ આ તપાસ શરૂ કરી અને એક દિવસ ચોરને રંગે હાથે પકડી પાડ્યો.

Top Stories Gujarat Uncategorized

જ્યારે પણ કોઈ મહિલા તેના કપડા સૂકવવા માટે બહાર મૂકતી ત્યારે તેના અન્ડરગાર્મેન્ટ્સ ચોરાઈ જતા હતા. આખરે 8 મહિનાથી અન્ડરગાર્મેન્ટ કોણ ચોરી રહ્યું છે? મહિલાએ જાતે જ આ તપાસ શરૂ કરી અને એક દિવસ ચોરને રંગે હાથે પકડી પાડ્યો.

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના ધંધુકા તાલુકાના પચ્છમ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી એક 30 વર્ષની મહિલા સાથે એક વિચિત્ર ઘટના બની રહી હતી. જ્યારે પણ કોઈ મહિલા તેના કપડા સૂકવવા માટે બહાર મૂકતી ત્યારે તેના અન્ડરગાર્મેન્ટ્સ ચોરાઈ જતા. 31 વર્ષીય પાડોશી પર ચોરીની શંકા હતી. આખરે 8 મહિનાથી અન્ડરગાર્મેન્ટ કોણ ચોરી રહ્યું છે? મહિલાએ જાતે જ આ તપાસ શરૂ કરી અને ફરીથી તેના અંડરગારમેન્ટ્સ પર નજર રાખવાનું શરૂ કર્યું.

પોલીસનું કહેવું છે, કે મહિલાએ ક્લોથ ડ્રાયર પર અન્ડરકવર સીસીટીવી કેમેરા લગાવ્યો હતો, જેથી તે ચોરને રંગે હાથે પકડી શકે. આ પછી મહિલાએ નજર રાખવાનું શરૂ કર્યું. જે ફૂટેજ સામે આવ્યા બાદ તેની શંકા ખાતરીમાં ફેરવાઈ ગઈ હતી. તેને ખબર પડી કે, અન્ડરગાર્મેન્ટ (Undergarment) ચોર બીજું કોઈ નહીં પણ નજીકમાં રહેતો તેનો પાડોશી હતો.

JOCKEY Women T-Shirt Non Padded Bra - Buy JOCKEY Women T-Shirt Non Padded  Bra Online at Best Prices in India | Flipkart.com

ચોરે મહિલાને જ માર માર્યો
મહિલાએ નક્કી કર્યું કે, હવે તે અન્ડરગાર્મેન્ટ ચોર (Thif)ને રંગે હાથે પકડશે. પછી એ ચોર રાબેતા મુજબ ચોરી કરવા આવ્યો ત્યારે પકડાઈ ગયો. પરંતુ ઉલટું ચોરે મહિલાની છેડતી અને મારપીટ શરૂ કરી દીધી હતી.

લાકડીઓ અને લોખંડના પાઈપ વડે લડાઈ
માર મારવાને કારણે જ્યારે મહિલાએ બૂમો પાડવાનું શરૂ કર્યું ત્યારે તેના પરિવારના સભ્યો મદદ માટે લાકડીઓ અને લોખંડની પાઈપ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મહિલાના સંબંધીઓએ આરોપી અને તેના સંબંધીઓ પર હુમલો કર્યો હતો અને બંને જૂથો સામસામે આવી ગયા હતા.

10 ઘાયલ અને 20ની ધરપકડ
સમગ્ર મામલાની તપાસ કરી રહેલા ઈન્સ્પેક્ટર પીએન જિંજુડિયાનું કહેવું છે કે આ લડાઈમાં 8થી 10 લોકો ઘાયલ થયા છે. બન્ને પક્ષોના 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તેમજ ચોર સામે ગુનો નોંધ્યો હતો
પોલીસે મહિલાના સંબંધીઓ સામે હંગામો મચાવવા અને નુકસાન પહોંચાડવાનો કેસ દાખલ કર્યો છે. જ્યારે બીજી એફઆઈઆર આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવી છે. જેમાં છેડતી, નુકસાન અને ઝઘડાની કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.