મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા ગાંધીનગરથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને કરી હતી.
https://twitter.com/mantavyanews/status/1682783353622376455?s=46&t=dbZ2kTJZiK1EBfxPNForPQ
સીએમએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિ નો તાગ મેળવ્યો હતો. જૂનાગઢ શહેર માં જ્યાં વધુ પાણી ભરાયાં છે ત્યાંના લોકો ને સલામત સ્થળે ખસેડવા માટેના પ્રબંધ અંગે તેમજ પાણી ગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ વગેરે પહોચાડવાની વ્યવસ્થા અંગે તેમણે જાણકારી મેળવી હતી.
https://twitter.com/mantavyanews/status/1682743645802483713?s=46&t=dbZ2kTJZiK1EBfxPNForPQ
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, જિલ્લા પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ તેમજ રાહત કમિશનર આલોક પાંડે જોડાયા હતા, જૂનાગઢ કલેકટર અનિલ રાણા વસિયા તેમજ કમિશનર રાજેશ તન્ના પોલીસ અધિક્ષક તેજા એ સ્થાનિક તંત્ર એ કરેલી તત્કાલ અને સમયસરની કામગીરીની માહિતી આપી હતી.
https://twitter.com/mantavyanews/status/1682720080004796416?s=46&t=dbZ2kTJZiK1EBfxPNForPQ
જૂનાગઢ શહેરમાં રાહત કામગીરી માટે NDRF અને SDRFની બે-બે ટીમો તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
https://twitter.com/mantavyanews/status/1682824276963983361?s=46&t=dbZ2kTJZiK1EBfxPNForPQ
જ્યાં વધુ પાણી ભરાયાં છે તેવા વિસ્તારમાંથી તાત્કાલિક પાણી ખાલી કરવા માટે રાજકોટ સહિત નજીકના શહેરોમાંથી ડી- વોટરિગ પંપ મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પરથી વધુ વરસાદના કારણે જૂનાગઢ શહેરમાં કાળવા ચોક અને તેની આજુબાજુના વિસ્તારની સોસાયટીઓમાંથી જે લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે તેમના માટે ફૂડ પેકેટ સહિત જરૂરી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક કલાકોથી શહેરમાં વરસાદ બંધ હોવાથી પાણીનું સ્તર ઘટી રહ્યું છે એટલે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ જૂનાગઢ સહિત ભારે વરસાદવાળા જિલ્લાઓમાં જરૂરી તમામ મદદની વહીવટી તંત્રને ખાતરી આપી હતી
જૂનાગઢમાં અતિ ભારે વરસાદનાં કારણે જૂનાગઢ એ ડીવીઝન પોલીસ દ્વારા અસર ગ્રસ્ત લોકોને ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #gujaratpolice #junagadhpolice #police #helpinghand pic.twitter.com/MkpBEOwc7M
— SP Junagadh (@SP_Junagadh) July 22, 2023
જૂનાગઢ કલેક્ટર દ્વારા મુખ્યમંત્રીને વિગતો આપતાં જણાવ્યું હતું કે, જૂનાગઢમાં 10 ઇંચ થી વધુ વરસાદ થવાને કારણે શહેરમાં પાણી ભરાયા છે. જેના કારણે તાત્કાલિક ધોરણે 200 જેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જ્યારે અગાઉથી અંદાજે 750 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વધુ પાણી ભરાયા હોય તેવા વિસ્તારમાં વિતરણ માટે અંદાજે 20,000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. શહેરમાં અત્યારે પાણીની પરિસ્થિતિ નિયંત્રણમાં છે પણ જો રાત્રે વધુ વરસાદ આવે તો તેને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક છે. શહેરના 80 ટકા વિસ્તારોમાં વીજળી શરૂ થઈ ગઈ છે જ્યારે બાકીના વિસ્તારમાં બનતી ત્વરાએ વીજળી ચાલુ કરવામાં ટીમો સતત કાર્યરત છે.
