દિલ્લી,
દિલ્લીના ફિરોજ શાહ કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન દિલ્લી ડેરડેવિલ્સની ટીમે ૪ રને રોમાંચક વિજય મેળવ્યો છે. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી મેચમાં DD દ્વારા આપવામાં આવેલા ૧૯૭ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સની ટીમ વિજયના અંતરથી માત્ર ૪ રન જ દૂર રહી હતી અને દિલ્લીની ટીમે ટુર્નામેન્ટમાં પોતાનો ત્રીજો વિજય હાંસલ કર્યો હતો.
The @DelhiDaredevils beat #RR by 4 runs (DLS).#DDvRR #VIVOIPL pic.twitter.com/HowSYsOGVA
— IndianPremierLeague (@IPL) May 2, 2018
દિલ્લી ડેરડેવિલ્સની ટીમના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન પૃથ્વી શો, મિડલ ઓર્ડર બેટ્સમેન વૃષભ પંત અને કેપ્ટન શ્રેયસ ઐયર રહ્યા હતા. પરંતુ સ્ફોટક પ્લેયર્સ પંતને ૬૯ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. પંતે ૨૯ બોલમાં ૬૯ રન બનાવ્યા હતા.
વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી મેચમાં, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી દિલ્લીની ટીમે ૧૭.૧ ઓવરમાં ૬ વિકેટના નુકશાને ૧૯૬ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા DDની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન કોલીન મુનરો પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ ઝડપી બોલર ધવલ કુલકર્ણીનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે પૃથ્વી શોએ માત્ર ૨૫ બોલમાં ૪૭ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.
And, there comes the half century for @RishabPant777.#DDvKKR #VIVOIPL pic.twitter.com/4SsqpDHpIl
— IndianPremierLeague (@IPL) May 2, 2018
જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન શ્રેયસ ઐયર અને મિડલ ઓર્ડર બેટ્સમેન વૃષભ પંતની જોડીએ ત્રીજી વિકેટ માટે ૯૨ રનની ભાગીદારી નોધાવી હતી અને ટીમને મોટા સ્કોર તરફ અગ્રેસર કરી હતી. ઐયરે ૩૫ બોલમાં ૫૦ રન ફટકાર્યા હતા જયારે વૃષભ પંતે માત્ર ૨૯ બોલમાં તુફાની ઇનિંગ્સ રમતા ૬૯ રન બનાવ્યા હતા. પંતે ૬૯ રનની ધમાકેદાર ઇનિંગ્સમાં ૫ ગગનચુંબી સિક્સર ફટકારી હતી. જયારે રાજસ્થાન તરફથી ઝડપી બોલર જયદેવ ઉનડકટે ૩ વિકેટ ઝડપી હતી.
વરસાદના કારણે ડકવર્થ લુઇસ નિયમ મુજબ રાજસ્થાનની ટીમને ૧૨ ઓવરમાં ૧૫૧ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ૧૫૧ રનના લક્ષ્ય સામે RRની ટીમ ૧૪૬ રન જ બનાવી શકી હતી અને ૪ રને પરાજય થયો હતો.
.@josbuttler on a roll here at the Feroz Shah Kotla. Brings up his FIFTY off just 18 deliveries.
The chase is on!#DDvRR pic.twitter.com/WIYi7JzOrV
— IndianPremierLeague (@IPL) May 2, 2018
રાજસ્થાન રોયલ્સ તરફથી ઓપનર બેટ્સમેન ડાર્સી શોટ અને વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરની જોડીએ પ્રથમ વિકેટ માટે ૮૨ રન જોડ્યા હતા. ડાર્સી શોટે ૨૫ બોલમાં ૪૪ રન બનાવ્યા હતા જયારે જોશ બટલરે ૭ સિક્સર સાથે માત્ર ૨૬ બોલમાં ૬૭ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ DDના બોલરો સામે રાજસ્થાનનો કોઈ ખેલાડી ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને RRની ટીમ ૧૪૬ રન જ બનાવી શકી હતી.
દિલ્લી તરફથી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે બે વિકેટ ઝડપી હતી જયારે સ્પિન બોલર અમિત મિશ્રા અને મેક્સવેલે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.
