કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે સરકારી ન્યૂઝ ચેનલ સંસદ ટીવીને ખાસ ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેમણે આ ઈન્ટરવ્યૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 20 વર્ષ પૂર્ણ થવા પર આપ્યો છે. ઈન્ટરવ્યૂ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન સાર્વજનિક રહ્યું છે વડાપ્રધાન મોદીએ તંત્રની સમસ્યા અને તંત્રની વાતોને જીણવટ પૂર્વક સમજ્યા છે. તેમણે તે પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની હાલત ખરાબ થતી હતી ત્યારે પીએમ મોદીએ ઉભું કર્યું હતું.
વડાપ્રધાનના જીવનના ત્રણ ભાગ
તેમને જયારે પૂછવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાં કયા કયા પડકારો આવ્યા? ત્યારે તેમણે સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, તેમના સાર્વજનિક જીવનના ત્રણ ભાગ થઇ શકે છે. એકતો ભાજપમાં આવ્યા બાદ તેમનું પહેલું કાર્યક્ષેત્ર સંગઠનાત્મક કામ હતું. બીજું કાર્યક્ષેત્ર મુખ્યમંત્રી રહ્યા અને ત્રીજું કાર્યક્ષેત્ર રાજનીતિમાં આવ્યા બાદ વડાપ્રધાન બન્યા. આ ત્રણ ભાગ સાથે તેમના જીવનને સાર્વજનિક રીતે જોડવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં ભાજપને મોદીએ ઉભું કરી આપ્યું
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તેમને જયારે ભાજપમાં મોકલવામાં આવ્યા ત્યારે તેઓ સંગઠન મંત્રી તરીકે કાર્ય કરતા હતા. ત્યારે ગુજરાતમાં ભાજપને માત્ર બે બેઠક મળી હતી. તેઓ 1987માં સંગઠન મંત્રી બન્યા હતા. 1987માં સંગઠન મંત્રી બન્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી હતી અને ત્યારે નરેન્દ્ર મોદીની કડક મહેનત બાદ ભાજપ કોર્પોરેશનમાં સત્તા હાંસલ કરી શક્યું હતું. ત્યારબાદ ભાજપની સત્તાવાર યાત્રા શરુ થઇ. 1990માં આપણે સરકારમાં આવ્યા,1995માં ભાજપને પૂર્ણ બહુમત મળ્યો અને ત્યારપછી ભાજપે ક્યારેય પાછળ વળીને જોયું નથી.
બીજી સૌથી મોટી વાત ત્યાં સામે આવી કે,તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. હું જયારે સાબરમતી વિધાનસભા પરથી ચૂંટણી લડ્યો હતો ત્યારે હારી ગયો હતો. ગુજરાતમાં સૌથી વિનાશક ભૂકંપ આવ્યો હતો. બધી જ ચૂંટણી કોંગ્રેસ જીતી ગઈ હતી. 70ના દાયકા બાદ ભાજપ પહેલીવાર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હારી ગયું હતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ 1987 બાદ પહેલીવાર હાર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તંત્રનો કોઈ જ અનુભવ ત્યારે નહોતો પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તંત્રને જીણવટપૂર્વક સમજ્યા હતા. તેમણે વિવિધ યોજના બનાવી હતી અને છેવાડાના માનવી સુધી યોજના પહોચે તેવું કાર્ય કર્યું હતું. એવું લાગતું હતું કે ભૂકંપ ભાજપ માટે એક રાજકીય ધબ્બો લગાવીને જશે પરંતુ ભૂકંપ દરમિયાન કરવામાં આવેલા કામની દુનિયામાં નોંધ લેવામાં આવી હતી.
ગુજરાતમાં કોંગ્રેસે આદિવાસીઓનો વોટબેન્ક તરીકે ભરપૂર ઉપયોગ કર્યો હતો પરંતુ તેમના સુધી એકપણ યોજનાના લાભ પહોચાડ્યા ન હતા. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક યોજનાઓનો અભ્યાસ કરી યોજના બનાવી, બંધારણીય રીતે જનસંખ્યાના આધારે તેમને અધિકાર અપાવવાનું કામ કર્યું હતું. વનબંધુ કલ્યાણ યોજનાથી ઘણા ફાયદા અપાવ્યા હતા.
