Not Set/ રિલાયન્સ કોમ્યુનિકેશન્સે એરસેલ સાથે સોદો રદ્દ કર્યો

અનિલ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ) માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. રવિવારે કંપનીએ જણાવ્યું હતું કે એરસેલ સાથેના તેના વિવાદાસ્પદ જોડાણમાં વધુ પડતા વિલંબને કારણે સોદો રદ્દ કર્યો છે. લગભગ રૂ. 46,700 કરોડ નું દેવું ધરાવતી આ કંપની પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખૂબ જ પ્રયાસ કરે છે.   આ સોદો પૂરો કરવાની અંતિમ […]

Top Stories
અનિલ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ) માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. રવિવારે કંપનીએ જણાવ્યું હતું કે એરસેલ સાથેના તેના વિવાદાસ્પદ જોડાણમાં વધુ પડતા વિલંબને કારણે સોદો રદ્દ કર્યો છે. લગભગ રૂ. 46,700 કરોડ નું દેવું ધરાવતી આ કંપની પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખૂબ જ પ્રયાસ કરે છે.
 
આ સોદો પૂરો કરવાની અંતિમ તારીખ ડિસેમ્બર હતી, જે કંપની ને સ્ટ્રેટેજીક ડેબ્ટ રિસ્ટ્રકચરિન્ગ (એસડીઆર) સ્કીમ હેઠળ ટર્નઅરાઉન્ડ પ્લાનની રચના કરવા માટે બેન્કો દ્વારા મંજૂર કરવામાં આવેલા સમય હતો. જો કે, કંપની ડિસેમ્બર 2018 સુધી બૅન્કમાંથી સમય ખરીદવાની આશા રાખે છે જેથી પૈસા ભેગા કરવા માટે નવી યોજના અમલ કરી શકે.
 
કન્સલ્ટિંગ કંપની અર્ન્સ્ટ એન્ડ યંગના ટેલિકોમ સેક્ટરના પાર્ટનર પ્રશાંત સિંઘલે જણાવ્યું હતું કે, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ માટે એરસેલ સાથે સોદો રદ્દ થવો ઘણી મુશ્કેલીઓ ઉભી કરશે ખાસ કરીને અત્યારે જયારે ઉદ્યોગ એકીકરણના તબક્કામાં છે.