Asia Cup/ ભારત સામેની મેચ માટે પાકિસ્તાને કરી પ્લેઈંગ-11ની જાહેરાત,આ ખેલાડીઓને મળી તક

મેચની પૂર્વ સંધ્યાએ, કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.

Top Stories Sports

એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે બ્લોકબસ્ટર મેચ રમાવાની છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યાથી પલ્લેકેલેમાં રમાશે. મેચ પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાને આ મેચ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી છે. પાકિસ્તાને એ જ ખેલાડીઓને પ્લેઇંગ-11માં તક આપી છે, જેમણે અફઘાનિસ્તાન સામેની મેચ જીતી હતી.

ભારત સામેની મેચ માટે પાકિસ્તાનના પ્લેઈંગ-11: બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, સલમાન અલી આગા, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન, શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ નવાઝ, હરિસ રઉફ, નસીમ. શાહ અને શાહીન શાહ આફ્રિદી.

ઉલ્લેખનીય છે કે આ શાનદાર મેચની પૂર્વ સંધ્યાએ, કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. રોહિત કહે છે, ‘તમામ છ બોલર ખૂબ સારા છે. તેઓએ તેને વિશ્વ ક્રિકેટમાં સાબિત કર્યું છે, ખાસ કરીને શમી, સિરાજ અને બુમરાહ. બુમરાહ લાંબા સમય બાદ વાપસી કરી રહ્યો છે. તે આયર્લેન્ડમાં સારો દેખાતો હતો. શમી અને સિરાજ અમારા માટે સારું કામ કરી રહ્યા છે.રોહિતે કહ્યું, ‘આ ફિટનેસ ટેસ્ટ નથી. એશિયા કપ 6 ટીમો વચ્ચે રમાતી ટુર્નામેન્ટ છે. બેંગલુરુમાં ફિટનેસ ટેસ્ટ અને કેમ્પ કરવામાં આવ્યો છે. આપણે પડકારોનો સામનો કરવો પડશે અને જોવું પડશે કે આપણે શું પ્રાપ્ત કરી શકીએ છીએ.