સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ/ સાળંગપુર ભીતચિત્રો મામલે સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા

ઘણા સમયથી ચાલી રહેલા કિંગ ઑફ સાળંગપુરની વિશાળ પ્રતિમાની નીચે બનેલા ભીતચિત્રોના વિવાદે હવે વધુ ગરમાવો પકડ્યો છે જેને લઈને રાજ્ય ભરમાં વિરોધનાં વંટોળો ઊભા થયા છે દાદાના અપમાનને લઈને સંતોએ મોટો સંકલ્પ કર્યો છે. જેમાં તેમણે સ્વામિનારાયણના નાં મદીરમાં નહિ જવાનો નિર્ણય કર્યો છે તદુપરાંત તેમની સાથે નહિ બેસીએ તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો […]

Top Stories Religious Breaking News

ઘણા સમયથી ચાલી રહેલા કિંગ ઑફ સાળંગપુરની વિશાળ પ્રતિમાની નીચે બનેલા ભીતચિત્રોના વિવાદે હવે વધુ ગરમાવો પકડ્યો છે જેને લઈને રાજ્ય ભરમાં વિરોધનાં વંટોળો ઊભા થયા છે
દાદાના અપમાનને લઈને સંતોએ મોટો સંકલ્પ કર્યો છે. જેમાં તેમણે સ્વામિનારાયણના નાં મદીરમાં નહિ જવાનો નિર્ણય કર્યો છે તદુપરાંત તેમની સાથે નહિ બેસીએ તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો સંતોએ સંકલ્પ કર્યો છે. સંતોએ એક થઈને સ્વામીનારાયણ મંદિરે નહીં જવાનો કર્યો પણ સંકલ્પ કર્યો છે. ઉપરાંત સ્વામીનારાયણના સંતોને નહીં બોલાવવાનો પણ નિર્ણય કર્યો છે સનાતન ધર્મના સંતોએ સ્વામિનારયણના સમપ્રદાય નો બહિષ્કાર જાહેર કર્યો આ સિવાય સ્વામીનારાયણના સંતો સાથે સ્ટેજ પણ શેર ન કરવાનો સંકલ્પ કર્યો છે. રાજ્ય ભ્રરમા આ વિરોધના વાદળો ઘેરાઈ ગયા છે છે જે ધીરે ધીરે વિશાળ સ્વરૂપ લઈ રહ્યા છે.
આગામી 5 તારીખે મંગળવારના રોજ લીમડીમાં આવેલા મોટા મંદિરમાં સાધુ સંમેલન મળશે.જેમાં લીમડીના સંત લલિત કિશોરજીની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર ભરના સંતો મહંતો ઉપસ્થિત રહેશે. મહામંડલેશ્વર ઋષિ ભારતીએ કહ્યુંકે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વચન ભંગ કર્યા છે આ સિવાય વધુમાં જણાવ્યુંકે ભૂતકાળમાં પણ આ બાબતે વિવાદ થયો હતો ત્યારે ઇન્દ્રભારતી મહારાજના આશ્રમમાં બેઠક થઈ હતી, બેઠકમાં સનાતન ધર્મના સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હતા, આ બેઠકમાં ભવિષ્યમાં કોઈ વિવાદ નહિ થાય તેવું મૌખિક વચન પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આપ્યું હતું
પરંતુ હવે એ વચન બાદ પણ સાળંગપુર હનુમાનજી અંગે વિવાદ કર્યો છે ત્યારે તેમણે હનુમાનજી મહારાજી મહારાજનું અપમાન કર્યું છે.

આ મામલે અમદાવાદમાં રવિવારે સંતોની મહા બેઠક મળી રહી છે. જે અંગે નારાયણ આશ્રમમાં બેઠક ચાલી રહી છે.જેમાં મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં છે. સાળંગપુર મંદિરના પ્રવેશ દ્વાર બંધ કરી દેવાતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદમાં હવે કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે,કિન્નર સમાજે પણ હવે ચીમકી ઉચ્ચારી છે તેમણે કહ્યું છે કે જો ચિત્રો દૂર કરવામાં નહીં આવે તો જોયા જેવી થશે વધુમાં એમ પણ કહ્યું કે સ્વામિનારાયણ સાધુઓ સનાતન ધર્મનો વિરોધ કરે છે.સનાતન ધર્મ, દાદા હનુમાન આદિ અનાદિકાળથી છે આવું કહી કિન્નર સમાજે સ્વામિનારાયણના સંતોની ઝાટકણી કાઢી છે હવે તે સનાતન ધર્મના સમર્થનમાં આવ્યા છે સ્વામિનારાયણના વિરોધમાં બોલતા કિન્નરોએ કહ્યુંકે ચોર ડાકુઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેઠા છે.ગુરુકુળમાં શું બધું ચાલે છે અમે પણ જાણીએ છીએ. અમે સરકારને અપીલ કરીએ છે કે આવા ચિત્રો દૂર કરાવે. વધુમાં વાત કરી તો મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના બેઝમાં કંડારવામાં આવેલી મ્યૂરલમાં હનુમાનજી નીલકંઠવર્ણીને પ્રણામ કરતી મુદ્રામાં દેખાડતા આ વિવાદે જોર પકડયું છે. જેનો વિરોધ અનેક સાધુ સંતો, લોક કલાકારો સહિત અનેક લોકો વિરોધ તેમજ કિન્નરો પણ કરી રહ્યા છે.