- બનાસકાંઠા: પાલનપુરના ગઢ ગામે રૂપિયા 6 કરોડની લૂંટ
- પાલનપુરમાં લુંટાયો અમદાવાદનો સોના-ચાંદીનો વેપારી
- અજાણ્યા બુકાનીધારી શખ્સો લૂંટ ચલાવી ફરાર
- વેપારી પાસેથી હીરા-સોના સહીત 6 કરોડની લૂંટ
- આરોપીઓને ઝડપી પાડવા ઠેરઠેર પોલીસની નાકાબંધી
- પોલીસવડા સહીત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે
- કરોડોની લૂંટને પગલે જીલ્લા પોલીસ વિભાગમાં દોડધામ
બનાસકાંઠાના પાલનપુરથી લૂંટના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાલનપુરમાં 6 કરોડની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઇ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પાલનપુરમાં અમદાવાદના સોના-ચાંદીનો વેપારીને લૂંટીને લૂટારૂઓ ફરાર થઇ ગયા છે. વેપારી પાસે 6 કરોડના સોના અને હીરાના મુદ્દા માલની અજાણ્યા બુકાનીઘારી શખ્સોએ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે. આ ઘટના બનતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે નાકાબંધીના આદેશ આપી દીધા છેે.આ ઘટનાની જાણ થતા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લુટારૂઓને પકડી લેવાના આદેશ આપ્યા છે. હાલ તમામ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે.
