ભેટ/ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ બુમરાહને આપી આ કારણથી ખાસ ભેટ,જુઓ વીડિયો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક વીડિયો શેર કર્યો હતો, જેને બંને દેશોના ક્રિકેટ ચાહકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

Top Stories Sports

ભારત અને પાકિસ્તાનની ટીમ જ્યારે મેદાનમાં હોય છે ત્યારે કટ્ટર હરિફ હોય છે,એક બીજા સામે લડી લેવાના મૂડમાં મિજાજ રાખે છે પરતું મેચ પત્યા બાદ તેઓ મિત્રભાવનો સંબધ રાખતા હોય છે.  બંને ટીમના ખેલાડીઓ મિત્રોની જેમ વર્તે છે અને એકબીજાને મળવાની કોઈ તક છોડતા નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રવિવારે  એક વીડિયો શેર કર્યો હતો, જેને બંને દેશોના ક્રિકેટ ચાહકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે શાહીન આફ્રિદીએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ખાસ ભેટ આપી હતી. બુમરાહ હાલમાં જ પિતા બન્યો છે. એશિયા કપ દરમિયાન તે મુંબઈ પરત ફર્યો હતો. આ કારણે તે નેપાળ સામેની મેચ રમી શક્યો નહોતો. બુમરાહની પત્ની સંજના ગણેશને પુત્ર અંગદને જન્મ આપ્યો હતો. પિતા બન્યા બાદ બુમરાહ ફરી ટીમ સાથે જોડાયો અને પાકિસ્તાન સામે રમ્યો હતો.

શાહિને બુમરાહને પિતા બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેણે કહ્યું, “ભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. નવા રાજકુમાર માટે આ એક નાની ભેટ છે. અલ્લાહ તેને હંમેશા ખુશ રાખે અને તે નવો બુમરાહ બને.બુમરાહે આ માટે શાહીનનો આભાર માન્યો હતો. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.