2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે,જેના લઈને તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. ગઈકાલે રાજ્યની મહાનગરપાલિકાઓના નવા મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લોમાં ભાજપનું શાસન થઈ ગયું છે.
માહિતી અનુસાર,કચ્છની 10 તાલુકા પંચાયત પૈકી 8માં ભાજપનું શાસન હતું અને લખપત અને અબડાસા એમ 2 માં કોંગ્રેશનું શાસન હતું પરંતુ આ બંને જગ્યાએ પણ હાલ બીજી ટર્મના હોદેદારોની નિમણુંક વખતે પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના સદસ્યોની બહુમતી સાથે વરણી થતા દસે દસ તાલુકા પંચાયતોમાં પણ ભાજપે કબજો જમાવી લીધો છે.
આ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લોકસભા,પાંચ વિધાનસભા,01 જિલ્લા પંચાયત,10 તાલુકા પંચાયત અને 05 નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન યથાવત છે. ગાંધીનગર જીલ્લમાં પણ એક લોકસભા, એક મહાનગરપાલિકા,ત્રણ નગરપાલિકા, 5 ધારાસભ્યો, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કલોલ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી જેમાં અત્યારે ભાજપે સત્તા મેળવી છે.
આ પણ વાંચો: Ayushman Bhav Campaign/ રાષ્ટ્રપતિ મુર્મુ કરશે Ayushman Bhav અભિયાન શરૂ, 2 ઓક્ટોબર સુધી હોસ્પિટલોમાં મફત થશે હેલ્થ ચેકઅપ
આ પણ વાંચો: Aircraft C-295/ ભારતીય સેનાની વધશે તાકાત, દુશ્મનોની ખેર નહી, ભારત આવી રહ્યું છે શક્તિશાળી C-295 એરક્રાફ્ટ, જાણો તેની
આ પણ વાંચો: Ayodhya/ શ્રી રામ જન્મભૂમિ સ્થળનું ખોદકામ દરમિયાન પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા
