લાલબત્તી સમાન કિસ્સો/ અમદાવાદમાં પિતાની લાપરવાહીના કારણે કારમાં ફસાઈ ગયું બાળક અને પછી….

અમદાવાદમાં કાર લોક થઈ જતાં બાળક ગાડીમાં ફસાયું ગયુ હતુ. તેમજ ચાવી બાળક પાસે હોવાથી લોક પણ બહારથી ખોલી શકાયુ ન હતુ.

Gandhinagar Top Stories Gujarat Breaking News

અમાદાવાથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક પિતાની બેદરકારીના લીધે માસૂમ બાળક કારમાં ફસાઈ ગયું હતું. બાળકને ગાડીમાં બેસાડીને પિતા કેટલીક વસ્તુઓ લેવા ગયા હતા.

આ દરમિયાન ગાડીની ચાવી પણ અંદર બાળક પાસે જ રહી ગઇ હતી. જેના કારણે ગાડી લોક થઇ જતા બાળક પણ ગાડીમાં ફસાયુ હતુ. જેમાં ભારે જહેમત બાદ બાળકનું રેસ્ક્યું કરાયું હતુ. ઘોડાસરમાં પી.ડી.પંડ્યા કોલેજ પાસે આ બનાવ બન્યો હતો.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના ઘોડાસરમાં આજે સવારે એક પિતા પોતાના નાના બાળકને કારમાં બેસાડીને વસ્તુઓ લેવા માટે ગયા હતા. તો બીજી બાજુ કારની ચાવી પણ કારની અંદર બાળક પાસે રહી ગઇ હતી. જેથી ગાડીને પણ લોક વાગી ગયુ હતુ.

ભારે જહેમત બાદ સ્થાનિક મિકેનીકની મદદથી આ કાર આખરે ખુલી હતી અને બાળક સહીસલામત બહાર આવ્યું હતુ. ઘોડાસરમાં આવેલ પી.ડી પંડ્યા કોલેજ પાસે આજે આ બનાવ બનતા લોકોના ટોળે ટોળા સ્થળ પર આવી ગયા હતા.

આ પણ વાંચો:દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી

આ પણ વાંચો:સુરત પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, માનવ તસ્કરીના રેકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:આવા થીગડા માર્યાને તો મા અંબા પણ નહીં છોડે?

આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા