Accident/ સુરતમાં ફરીથી હિટ એન્ડ રન, CCTVમાં કેદ થયો અકસ્માત

અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી છૂટ્યો, ઘટનામાં આધેડ બાઇક ચાલક ગંભીર ઈજા પહોંચી

Gujarat Surat Trending

સુરતમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટનાના CCTV સામે આવ્યા છે. અડાજણમાં એક ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લીધુ હતું. ચાલક ડમ્પરમાં ફસાયેલી બાઇક 200થી 300 મીટર સુધી ઘસળી ગયો હતો. જોકે આ ઘટનામાં બાઈક ચાલકનો ચમત્કાતિક બચાવ થયો છે. સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા છે.

સુરત શહેર (Surat)ના અડાજણ વિસ્તારમાં હિટ એન્ડ રન (Hit and run)ની ઘટના સામે આવી છે. એક આધેડ બાઇક સવાર રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલા ડમ્પરના ચાલકે બાઇકને અડફેટે લીધુ હતું.

https://twitter.com/mantavyanews/status/1704032298465640625

ડમ્પર ચાલકે પાછળથી ટક્કર માર્યા બાદ બાઈક ડમ્પરની નીચે ફસાઈ ગઈ હતી અને તેની સાથે આધેડ પણ ફસાઈ ગયા હતા. ડમ્પર બાઇક ચાલકને 200 થી 300 મીટર સુધી ઢસડીને આગલ લઈ ગયો હતો.

હિટ એન્ડ રન આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ દેખાય છે કે ડમ્પરચાલક તેની ડમ્પરની નીચે બાઇકને ઢસડીને લઈ જઈ રહ્યો છે. આ દરમિયાન રસ્તા પર ઊભા લોકો ડમ્પર ચાલક સામે ડમ્પર ઊભી રાખવા બૂમો પાડતા પણ દેખાય છે. ઘટનામાં આધેડ ગંભીર રીતે થયા ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો.