Appleએ આ વર્ષે તેની WWDC 2023 ઇવેન્ટમાં iPhones માટે iOS 17 લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપની હજુ પણ આ ઓપરેટિંગ સિસ્ટમનું ટેસ્ટિંગ કરી રહી હતી. iPhone યુઝર્સ આ અપડેટની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આખરે એપલે યૂઝર્સ માટે iOS 17 રિલીઝ કરી દીધું છે અને હવે લોકોને તેની અપડેટ મળવા લાગી છે.
એપલે 12 સપ્ટેમ્બરના રોજ આયોજિત iPhone લૉન્ચ ઇવેન્ટ વન્ડરલસ્ટમાં iOS 17ની લૉન્ચ તારીખની જાહેરાત કરી હતી. આ વર્ષે Apple iPhoneમાં iOS 17 એ અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ છે. આ અપડેટમાં યુઝર્સને ઘણા મોટા ફીચર્સ મળવાના છે. જો તમારી પાસે iPhoneનું જૂનું મોડલ છે તો આ અપડેટ ખૂબ જ ઉપયોગી થશે.
iPhonesના આ મોડલ્સને અપડેટ મળશે
જે iPhonesને iOS 17 અપડેટ મળશે તેમાં iPhone 15 સિરિઝ, iPhone 14 સિરીઝ, iPhone 13, iPhone 12 સિરીઝના મૉડલ, iPhone 11 સિરીઝના મૉડલ સામેલ હશે. આ સાથે, જો તમારી પાસે iPhone XS, iPhone XS Max, iPhone XR, iPhone SE 2020 અને iPhone SE 2022માંથી કોઈ iPhone છે, તો તમને iOS 17 અપડેટ પણ મળશે. જે iPhonesને iOS 17 માટે સમર્થન નહીં મળે તેમાં iPhone 8, iPhone 8 Plus અને iPhone X ઉપકરણોનો સમાવેશ થાય છે.
iOS 17માં ઉપલબ્ધ થશે આ મોટા ફીચર્સ
કોન્ટેક્ટ પોસ્ટરનું ફીચર
iOS17 માં અપડેટ કર્યા પછી, તમે તમારા ફોનમાં કોન્ટેક્ટ વોલને કસ્ટમાઇઝ કરી શકો છો. આ ફીચરમાં યુઝર્સને એપલ કોલને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ મળશે. તમે કોન્ટેક્ટ વોલમાં તમારી પસંદગી મુજબ પોસ્ટર, ઈમોજી, ફોટો બદલી શકશો.
નેમ ડ્રોપ ફીચર આવ્યું
એપલનું આ ફીચર તમારી કોન્ટેક્ટ શેરિંગ પ્રોસેસનો અનુભવ સરળ બનાવશે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા iPhone ને હોલ્ડ કરવું પડશે અને બીજા iPhone અથવા Apple Watch પર NameDrop નો ઉપયોગ કરવો પડશે. આ ફીચરની મદદથી તમે કોઈપણ કોન્ટેક્ટ કે ઈમેલને એક ડિવાઈસથી બીજા ડિવાઈસ પર શેર કરી શકશો. તમારે ફક્ત તમારા ફોનને બીજા ફોનથી સ્પર્શ કરવો પડશે.
લાઇવ વૉઇસમેઇલ સુવિધા
જો કોઈ તમને કૉલ કરે છે અને મેસેજ છોડે છે, તો તમને હવે લાઇવ ટ્રાન્સક્રિપ્શન મળશે. જ્યારે કૉલર મેસેજ છોડી રહ્યો હોય ત્યારે તમે કૉલનો જવાબ પણ આપી શકો છો. તમારે કૉલનો જવાબ આપવાની અને તે કયા વિષય પર વાત કરવા માંગે છે તે જાણવાની જરૂર રહેશે નહીં.
આ પણ વાંચો:Jio AirFiber launch/ Jio AirFiber લોન્ચ, વાયરલેસ 1Gbps સ્પીડ, Netflix અને Amazon Prime સહિત 14 ફ્રી એપ્સ
આ પણ વાંચો:starlink in india/એલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી!આ કંપનીને આપશે ટક્કર
આ પણ વાંચો:તમારા માટે/શું તમે પણ ગુગલ પર સર્ચ કરો છો ડર્ટી સાઈટ્સ, જો હા તો હવે આ સાઈટ તમારા મૃત્યુ પછી તમારી હિસ્ટ્રી ને કરશે ડીલીટ
