Gujarat conex 2023/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન આયોજિત ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ કરાવ્યો હતો.

Top Stories Gujarat

ગુજરાતમાં કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન આયોજિત ગુજરાત કોનેક્સનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન આયોજિત ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ કરાવ્યો હતો.ત્રણ દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં અદ્યતન બાંધકામ મશીનરી અને વાહનો, બિલ્ડીંગ સામગ્રીના મશીન તથા માઈનીંગ મશીન્‍સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.અહીં મુખ્યમંત્રીએ હેલ્ધી ગ્લોબલ કોમ્પિટિશન માટે ક્વોલિટી-ગુણવત્તાના માપદંડોમાં બદલાવ લાવવાનું આહવાન કર્યું.મુખ્યમંત્રીએ આ પ્રદર્શન પ્રારંભ સાથે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની કોફી ટેબલ બુકનું વિમોચન તથા પાંચ વ્યક્તિઓને એક્સલન્‍સ ઈન કન્‍સ્ટ્રક્શન  લોકોને  લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કર્યા હતા. વિવિધ 500 જેટલી પ્રોડક્ટસ સાથે આ પ્રદર્શનમાં 300થી વધુ પાર્ટિસિપન્ટસ જોડાયા છે.

મુખ્યમંત્રીએ આ પ્રદર્શન પ્રારંભ સાથે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની કોફી ટેબલ બુકનું વિમોચન તથા પાંચ વ્યક્તિઓને એક્સલન્‍સ ઈન કન્‍સ્ટ્રક્શન સેક્ટરનાં અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કર્યા હતા