@અમિત રૂપાપરા
Surat News: દેશભરમાં ગાંધી જયંતીની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવી રહી છે. ક્યાંક ગાંધીજીની પ્રતિમાને સુત્રાંજલિ અર્પણ કરીને ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે. તો ક્યાંક મોટા મોટા કાર્યક્રમ યોજીને ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર લોકોનો માલ સામાન ઉચકતા કુલી દ્વારા અનોખી રીતે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી છે. મુસાફરોનો માલ સામાન ઊંચકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા કુલી ભાઈઓ દ્વારા આર્થિક રીતે દાન તો નથી આપી શકાતું પરંતુ તેમને ગાંધી જયંતી નિમિત્તે એક વર્ષ સુધી રોજના એકથી બે કલાક શ્રમદાન આપવાનો નિર્ણય કર્યો છે.

સુરત રેલવે સ્ટેશન પર 260 જેટલા કુલી દ્વારા લોકોનો માલ સામાન ઊંચકવાનું કામ કરવામાં આવે છે. ત્યારે તમામ કુલીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યું છે કે આજે ગાંધી જયંતી છે અને આજથી એક વર્ષ સુધી તેઓ પ્રતિદિન એક કલાક અથવા તો બે કલાક અનુકૂળતા અનુસાર ગરીબ લોકો તેમજ વૃદ્ધ લોકોની મદદ કરીને શ્રમદાન આપશે.

મહત્વની વાત છે કે, સુરત રેલવે સ્ટેશન પર પ્રતિદિન ખૂબ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. આ લોકોમાં ઘણા લોકોની પરિસ્થિતિ નબળી હોય છે તો ઘણા વૃદ્ધ લોકો હોય છે કે, જે પોતાનો સામાન ઉચકીને રેલવેના પ્લેટફોર્મ સુધી જઈ શકતા નથી. ત્યારે ગરીબ લોકો કે જે પૈસા ન આપી શકતા હોય તેવા લોકોની મદદ સુરત રેલ્વે સ્ટેશન પર શ્રમદાન આપતા કુલી દ્વારા કરવામાં આવશે.

આ ઉપરાંત વૃદ્ધ લોકો કે જે ચાલી શકતા નથી કે પોતાનો સામાન ઊંચકી શકતા નથી તેમનો સામાન રેલવેના પ્લેટફોર્મ સુધી પહોંચાડવામાં આવશે આ ઉપરાંત ટ્રેન આવ્યા બાદ વૃદ્ધોને જનરલ ડબ્બામાં બેસવા માટેની જગ્યા પણ કરી આપવામાં આવશે. કહી શકાય કે સુરત રેલવે સ્ટેશન પર શ્રમદાન આપતા 260 જેટલા કુલી દ્વારા ખૂબ જ ઉમદા નિર્ણય કરવામાં આવ્યો છે અને કુલીઓના નિર્ણયથી ગરીબ તેમજ વૃદ્ધ લોકોને ખૂબ જ ફાયદો થશે આર્થિક રીતે દાન આપી શકતા નથી પરંતુ તેઓ એકવાર સુધી પ્રતિદિન એકથી બે કલાક શ્રમદાન આપીને આખું વર્ષ ગાંધી જયંતીની ઉજવણી કરશે.
આ પણ વાંચો:સુરતમાં બેફામ ચાલતી BRTS બસે યુવતીનો ભોગ લીધો
આ પણ વાંચો:સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી બિનવારસી બાયોડિઝલ ભરેલો ટેમ્પો ઝડપાયો
આ પણ વાંચો:માતા-પિતાને ચેતવા જેવો કિસ્સો, હળવદમાં ગરમ પાણીમાં પડી જતા બે વર્ષના બાળકનું મોત
આ પણ વાંચો:વડોદરામાં ઈદના જુલૂસ દરમિયાન DJ પર વગાડ્યું ‘સર તન સે જુદા’ સોંગ, ત્રણ લોકોની ધરપકડ
