ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઇઝરાયલી સેનાને મોટી સફળતા હાથ લાગી છે. ઇઝરાયલની સેનાની એર સ્ટ્રાઇકમાં હમાસનો ટોચનો કમાન્ડર માર્યો ગયો છે. હમાસનો કમાન્ડર ઇઝરાયલના કિબુત્ઝ નિરિમમાં થયેલા નરસંહારમાં જવાબદાર અધિકારી હતો. ઇઝરાયલી એરફોર્સે એક વીડિયો જારી કરી હમાસના કમાન્ડરના મોતના સમાચાર આપ્યા હતા.
ઈઝરાયલી વાયુ સેના (IAF)એ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં હમાસના ટોચના કમાન્ડર અલ કેદરા પર હુમલો કરવામાં આવે છે. કેદરા ઇઝરાયલમાં થયેલા નરસંહાર માટે જવાબદાર અધિકારીઓ પૈકીમાંથી એક છે. કેદરા ઇઝરાયલી એરફોર્સના હવાઇ હુમલામાં માર્યો છે. ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સીને ગાઝા પટ્ટીમાં આવેલા ખાન યૂનિસ શહેરમાં નિરિમ સંતાયો હોવાની બાતમી મળી હતી. ત્યાર બાદ એર સ્ટ્રાઇકમાં ઠાર મારવામાં આવ્યો છે.
As part of the extensive IAF strikes of senior operatives and terror infrastructure in the Gaza Strip, the IDF and ISA killed the Nukhba commander of the forces in southern Khan Yunis, who was responsible for the Kibbutz Nirim massacre pic.twitter.com/UTspdQYgSN
— Israeli Air Force (@IAFsite) October 15, 2023
અલ કેદરા હમાસની ઇઝ્ઝ અદ દીન અલ કસમ બ્રિગેડની નુખબા ટુકડીનો વડો હતો. ઇઝરાયલના કિબુત્ઝ નિરિમમાં થયેલા નરસંહારમાં આ ટુકડીના સભ્યો સામેલ હતા. નુખબા ટુકડી સામાન્ય રીતે નૌસિકોની એક ટુકડી છે.
ઇઝરાયલની સેનાએ હમાસના ઓપરેશનલ કમાન્ડ સેન્ટર સહિત અનેક સેન્ટર અને શહેર પર હુમલા કર્યા છે. જેમાં હમાસને મોટું નુકસાન થયું છે. આ હવાઇ હુમલામાં કેટલીય એન્ટી ટેન્ક અને લોન્ચ પેડ સહિત સર્વેલાન્સ ચેકપોસ્ટ ફુંકી મારી છે.
