Attack/ વડોદરામાં પ્રેમપ્રકરણમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ

વડોદરામાં પ્રેમપ્રકરણમાં એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો. શામળ બેચરની પોળમાં આ ઘટના બનવા પામી. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો.

Gujarat Vadodara

વડોદરામાં પ્રેમપ્રકરણમાં એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો. શામળ બેચરની પોળમાં આ ઘટના બનવા પામી. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો. યુવાન પર થયેલ હુમલામાં પ્રાથમિક કારણ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાના સામે આવેલ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે શામળ બેચરની પોળ બહાર એક યુગલ ચોળાફળીની લારી પેક કરી રહ્યું છે. જ્યાં પાછળના ઘરમાં કેટલાક યુવાનો મોડી રાતે ઘૂસતા જોવા મળે છે. અને અંદર ઘરમાં રહેલ યુવાનો પર હુમલો થતા આ યુગલ પણ અંદર જાય છે. ત્યારબાદ અન્ય યુવાનો પણ ઘટનાસ્થળે જતા નજરે પડે છે.

શામળ બેચરની પોળમાં મોડી રાતે યુવાન પર હુમલો થયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જેમાં દેખાયું કે કેટલાક યુવાનો મોડી રાતે ઘરમાં ઘૂસી જાય છે. અને યુવાન સાથે હાથાપાઈ કરે છે. જેના બાદ અવાજ થતા આસપાસના કેટલાક લોકો ઘટના સ્થળ પર આવી પંહોચે છે. ત્યારે હુમલો કરી રહેલ યુવાનો ભાગી જાય છે. આ હુમલામાં ગંભીર ઇજા પામેલ યુવકને SSG હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાવામાં આવ્યો છે. આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી. સીટી પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી કેટલીક વ્યક્તિઓના નિવેદનો લીધા છે. તેમજ સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારોને શોધવા કવાયત હાથ ધરી.



આ પણ વાંચો : Zika Virus/ બેંગલુરુમાં ‘Zika Virus’નો પહેલો કેસ નોંધાયો, જાણો તેના લક્ષણો અને ઉપાયો