- કૌભાંડ કેસમાં વધુ બે સરકારી કર્મચારીની અટકાયત
- મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી દિનેશ ચૌધરીની અટકાયત
- નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ મયુર પટેલની સંડોવણી આવી બહાર
- બે સરકારી કર્મચારીઓ મળી કુલ 7 આરોપીઓ પોલીસ સંકજામાં
- ગઈકાલે ઝડપાયેલા આરોપીનાના બે દિવસના રિમાન્ડ મંજૂર
- ચંદુ કરેલિયા અને જાવેદ માકનોજીયાના રિમાન્ડ મંજૂર
છોટાઉદેપુર નકલી સરકારી કચેરી કૌંભાડ મામલે વધુ બેની અટકાયત કરવામાં આવી છે. પૂર્વ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી દિનેશ ચૌધરી અને પૂર્વ નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ મયુર પટેલની સંડોવણી સામે આવી છે. નકલી સરકારી કચેરી બનાવી 4.15 કરોડની ઉચાપત કરવાના કેસમાં અત્યાર સુધી કુલ 7 આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ઘણીવાર નકલી સરકારી અધિકારી કે નકલી પોલીસ પકડાઈ ચૂકી છે, પરંતુ હડકંપ તો ત્યારે મચી ગયો જ્યારે કાગળ પર આખે આખી ખોટી સરકારી કચેરી ઊભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ દ્વારા 5 નવેમ્બરે ઝડપી પાડેલા ચંદુ કરેલિયા અને જાવેદ માકનોજીયાના કોર્ટે રિમાન્ડ મંજૂર કરી દીધા છે.

નકલી સરકારી ઓફિસ ઊભી કરી 4.15 કરોડના કૌભાંડ મામલે રાજકીય ગલીઓમાં પણ આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર અને સરકારના નેતાઓ તેમજ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.
આ પણ વાંચો- ધરપકડ બાદ પણ કેજરીવાલ જ રહેશે દિલ્હીના સીએમ, જેલમાં જ થશે કેબિનેટની બેઠક, AAPએ કરી આ જાહેરાત
આ પણ વાંચો- ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટિનિયન નાગરિકોના મૃત્યુઆંક 10,000ને પાર; 4100 બાળક
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.
તમે અમને Facebook, Twitter, WhatsApp,Telegram, Instagram, Koo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.
