જામનગર,
લવ એટ ફર્સ્ટ સાઈટ એટલે કે પહેલી નજરના પ્રેમ વિશે તો તમે સાંભળ્યું હશે પરંતુ લવ એટ ફેસબુક કમેન્ટ વિશે કદાચ નહીં ખબર હોય. જે કિસ્સા વિશે અમે આપને અહીં જણાવી રહ્યા છીએ તે કોઈ ફિલ્મની સ્ટોરી નથી પરંતુ સોશિયલ મીડિયા પર ખાસ્સી ચર્ચા જગાવનારી હકીકત છે.
આ લવ સ્ટોરી વાર્તામાં ફેસબુક છે, પ્રેમ છે, રાજકારણ છે અને પ્રધાનમંત્રી મોદી પણ છે.પીએમ મોદીના કારણે જામનગરના જય દવે નામના એક વ્યક્તિએ તેની કમેન્ટ લાઈક કરનાર યુવતી સાથે લગ્ન કર્યા અને જાહેરમાં આ વાત સ્વીકારી.
ટુંકમાં કહીએ તો જયના લગ્નમાં પીએમ મોદી નિમિત્ત બન્યા છે.જય દવેએ કોંગ્રેસના પ્રેસીડન્ટ રાહુલ ગાંધીની સોશિયલ મીડીયા પર એક પોસ્ટ પર કમેન્ટ કરી હતી.આ કમેન્ટમાં જયે પીએમ મોદીને સપોર્ટ કરવાની વાત કરી હતી.
આ કમેન્ટ જામનગરમાં જ રહેતી એક અલ્પિકા નામની છોકરીએ વાંચી અને તેને રિપસોન્ડ કર્યો હતો.અલ્પિકા પણ પીએમ મોદીની ફેન છે.જય અને અલ્પિકા બંનેનો કોમન ઇન્ટરેસ્ટ પીએમ મોદી હોવાથી બંને ભેગા થયા હતા.
અલ્પિકાની કમેન્ટ પછી તે અને જય એકબીજાની નજીક આવ્યા હતા અને રીલેશન જન્મ જન્મના સંબંધોમાં બદલાયો હતો.જય દવેએ ટ્વિટર પર પોતાની લવ સ્ટોરી વિશે લખ્યું તો થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી હતી.
જયે લખ્યું, “નરેંદ્ર મોદીજી તમારા કારણે અમારા લગ્ન થયા. મેં તમારા સમર્થનમાં રાહુલ ગાંધીના ફેસબુક પેજ પર કોમેન્ટ કરી અને આ સુંદર યુવતીએ મારી કોમેન્ટ લાઈક કરી. અમે વાત કરી. એકબીજાને મળ્યા અને લગ્ન કર્યા. અમે ભારત માટે જીવવા માગીએ છીએ. એટલે જ અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.”
જય દવેના લગ્ન અલ્પિકા સાથે થયા છે જે એક ફેશન ડિઝાઇનર છે. બન્ને જામનગરમાં રહે છે.
