Rajkot News/ ગોંડલના ત્રાકુડા ગામ ખાતે અગાઉ ફરજ બજાવી ચૂકેલા તલાટી કમ મંત્રીએ 44 પ્લોટ વેચી નાંખ્યા, ફરિયાદની તજવીજ શરૂ

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે

Gujarat Rajkot

Rajkot News : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામ ખાતે અગાઉ ફરજ બજાવી ચૂકેલા તલાટી કમ મંત્રી ધર્મેશ હાપલિયા દ્વારા તંત્રની જાણ બહાર 44 જેટલા પ્લોટ વેચી માર્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે જિલ્લા કલેકટર ડોક્ટર ઓમ પ્રકાશનું નિવેદન સામે આવ્યું છે.

મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેકટર દ્વારા જાણવામાં આવ્યું હતું કે, ધર્મેશ હાપલિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે. સમગ્ર મામલે ધર્મેશ હાપલિયા વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.

તેમજ હાલ પોલીસ દ્વારા ધર્મેશ હાપલિયાને હસ્તગત પણ કરી લેવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર કૌભાંડમાં માત્ર એક તલાટી કમ મંત્રીની સંડોવણી છે કે પછી અન્ય કોઈ પૂર્વ હોદ્દેદારોની છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોખેડા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્ત્વપૂર્ણ સંકલન બેઠક : ધારાસભ્યએ પ્ર્શ્ન કર્યો કે કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ

આ પણ વાંચો:ખેડામાં પુત્ર મોહમાં પિતાએ લીધો પુત્રીનો જીવ

આ પણ વાંચો:લીમખેડાના ચોડિયા ગામમાં શાળા બાંધકામ વિવાદ, કોન્ટ્રાક્ટર પર હલકી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ કરવાનો આરોપ