Stock Market/ આજે શેર બજાર અદાણી ગ્રુપ અને એનર્જી સેક્ટરના શેરોમાં તેજીના ઉછાળા સાથે Close થયું

આજે શેરબજાર BSE સેન્સેક્સ 204 પોઈન્ટના ઉછાળા સાથે 66,174 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ લગભગ 700 પોઈન્ટના ઉછાળા સાથે 29,253 પોઈન્ટ પર બંધ રહ્યો હતો

Business

શેર બજાર અને સમગ્ર દેશવાસીઓ માટે આજનો મંગળવારનો દિવસ વધુ મંગળમય બન્યો. આજે શેરબજારમાં અદાણી ગ્રુપના શેરોમાં સકારાત્મકતા જોવા મળી. સાથે એનર્જી સેક્ટરના શેરોમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો.

આજે શેરબજાર BSE સેન્સેક્સ 204 પોઈન્ટના ઉછાળા સાથે 66,174 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 95 પોઈન્ટના ઉછાળા સાથે 19,890 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 331.10 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. 326.95 લાખ કરોડ હતું.

શેરબજારમાં આજે અદાણી ગ્રુપનો શેરોમાં તેજી જોવા મળી. સાથે બેન્કિંગ, ઓટો, આઈટી, મેટલ્સ, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ અને ગેસ સેક્ટરના શેર પણ મજબૂત ઉછાળા જોવા મળ્યો. તો મિડ કેપ શેરોમાં એક સમયે આંચકાજનક ઉછાળા બાદ સામાન્ય સ્તરે પંહોચ્યા. જ્યારે સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળતા ગ્રીન ટ્રેડ થઈ રહ્યા હતા. આજે એકંદરે શેર બજારમાં તેજી જોવા મળી જો કે હેલ્થકેર, એફએમસીજી અને ફાર્મા સેક્ટરના શેરમાં જ ઘટાડો જોવા મળ્યો.

આજે નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ લગભગ 700 પોઈન્ટના ઉછાળા સાથે 29,253 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેરો ગ્રીન નિશાનમાં બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 17 વધીને અને 13 ઘટીને બંધ રહ્યા હતા.

શેર બજારમાં અદાણી ગ્રુપના શેરોમાં તેજી જોવા મળી. આજે અદાણી એન્ટરપ્રાઇઝ 8.90 ટકા, અદાણી પોર્ટ્સ 5.30 ટકા, ટાટા મોટર્સ 3.53 ટકા, BPCL 3.39 ટકા, કોલ ઈન્ડિયા 2.75 ટકાના વધારા સાથે બંધ થયા છે. જયારે અપોલો હોસ્પિટલ્સ 0.64 ટકા, ITC 0.58 ટકા, આઇશર મોટર્સ 0.58 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. છતાં એકંદરે રોકાણકારો માટે મંગળવાર શુભ સાબિત થયો. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 4.15 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.