મુંબઈ,
દેશની અગ્રણી અગ્રણી કંપનીઓમાંની એક બજાજ ઇલેક્ટ્રિકલ્સના ચેરમેન શેખર બજાજના પુતર અનંત બજાજનું નિધન થયું છે. શુક્રવારે અનંત બજાજનું ૪૧ વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અનંત બજાજનું અંતિમ સંસ્કાર શનિવાર સવારે ૧૩.૩૦ વાગ્યે કોલાબાદેવી સ્થિત ચંદનવાડી સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગપતિ શેખર બજાજના પુત્ર અનંતને માર્ચ, ૨૦૧૨માં બજાજ ઇલેક્ટ્રિકલ્સના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર નિયુકત કારવામાં આવ્યા હતા. જો કે આજથી બે મહિના પહેલા જ તેઓની કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે.
અનંત બજાજનું કેરિયર :
બે મહિના પહેલા જ બજાજ ઇલેક્ટ્રિકલના મેનેજિંગ ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવેલા અનંત બજાજે પોતાનું કેરિયરની શરૂઆત આં કંપનીના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તારીકે કરી હતી. તેઓ ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બરની યુથ એન્ટરપ્રેનિયર બ્રાંચના સભ્ય પણ હતા. સાથે સાથે તેઓ ગ્રીનપીસ સંગઠન સાથે પણ જોડાયેલા હતા.
અનંત બજાજ અંગે વાત કરવામાં આવે તો તેઓએ બજાજ ઇલેક્ટ્રિકલ માટે ઘણા મહત્વના પગલા ઉપાડ્યા છે. તેઓએ હાઈટેક ઇક્વિપમેન્ટ્સ વિકસિત કરવા માટે જરૂરી રિસર્ચ અને વિકાસની સુવિધાઓને સ્થાપિત કરી હતી. આમાં મુંબઈમાં સ્થાપિત કરાયેલું એક ડીજીટલ સેન્ટર પણ શામેલ છે, જ્યાંથી રિયલ ટાઈમ મોનિટરિંગ થાય છે.
