અમદાવાદ
અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય શહેરમાં વરસાદ ખેંચાતા મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે ગરમીમાં વધારો નોંધાયો છે. શુક્રવારે સૌથી વધુ ગરમી 36.1 સાથે ભાવનગર અને 36 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર ખાતે નોંધાઈ હતી.
5 શહેરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું હતું. દક્ષિણ ગુજરાત અને તેને અડીને આવેલા વિસ્તારોમાં અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાયેલી છે.
આ સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યારે અમદાવાદમાં મહત્તમ 34.4 તેમજ લઘુતમ તાપમાન 25.1 ડિગ્રી નોંધાઈ હતી.
