3rd T-20/ ત્રીજી T-20માં ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં ભારતને 5 વિકેટથી હરાવ્યું,મેકસવેલની તોફાની સદી

ત્રીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા.

Top Stories Sports

ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 વિકેટે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલની સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 225 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

223 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને ટ્રેવિસ હેડ અને હાર્ડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. હાર્દિક 12 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ 47ના સ્કોર પર પડી હતી. આ પછી ટ્રેવિસ હેડ 18 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. અવેશ ખાને તેને આઉટ કર્યો. રવિ બિશ્નોઈએ જોશ ઈંગ્લિસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. માર્કસ અને મેક્સવેલ વચ્ચે સારી ભાગીદારી હતી. સ્ટોઇનિસ 21 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો.

ટિમ ડેવિડ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ગ્લેન મેક્સવેલે ટ્રેવિસ હેડ સાથે 70થી વધુ રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા ભારતે રૂતુરાજની સદીની મદદથી 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 123 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરનડોર્ફ, કેન રિચર્ડસન અને એરોન હાર્ડીએ 1-1 વિકેટ લીધી હતી.