Assembly Election Result 2023/ રાજસ્થાનમાં ભાજપને 115 બેઠક સાથે બહુમત, કોંગ્રેસે માત્ર 69 બેઠક મેળવી

આજે ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણી પરિણામ જાહેર થયા હતા જેમાં ભાજપે ત્રણ રાજ્યમાં બહુમતી હાંસિલ કરી હતી, રાજસ્થાનમાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો

Top Stories India

આજે ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણી પરિણામ જાહેર થયા હતા જેમાં ભાજપે ત્રણ રાજ્યમાં બહુમતી હાંસિલ કરી હતી, રાજસ્થાનમાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો.રાજસ્થાનમાં પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા યથાવત જોવા મળી છે.ભાજપે 115 બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો છે. કોંગ્રેસને 69 અને બહુજન સમાજ પાર્ટીને 2 ,ભારતીય આદિવાસી પાર્ટીને  અને રાષ્ટ્રીય લોકદળને એક બેઠક સહિત અપક્ષને 8 બેઠક મળી હતી અને રાષ્ટ્રીય લોકતાન્ત્રિકપાર્ટીને પણ 1 બેઠક મળી

ઉલ્લેખનીય  છે કે કોંગ્રેસની કારમો પરાજય થતા અશોક ગેહલોતે રાજીનામુ આપી દીધુ હતું,કોંગ્રેસની હાર માટે સમીક્ષા કરવામાં આશે અને આગામી દિવસમાં ચિંતન બેઠક પણ કરવામાં આવશે. ભાજપ ની આવતીકાલે  વિધાનસભા ધારાસભ્યોની બેઠક યોજાવવાની છે ,રાજસ્થાનના મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશએ.