સાયબર ક્રાઈમના વધતા જતા યુગમાં કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે 100 એવી વેબસાઈટ બ્લોક કરી છે જે પાર્ટ ટાઈમ જોબનું વચન આપીને છેતરપિંડી કરતી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે આ માહિતી આપી છે.
આ એક્શન ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા લેવામાં આવ્યું છે જેની ભલામણ ગૃહ મંત્રાલય હેઠળના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિસિસ યુનિટ દ્વારા કરવામાં આવી હતી.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગયા અઠવાડિયેઓર્ગેનાઈઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ અથવા ટાસ્ક-આધારિત પાર્ટ-ટાઇમ જોબ્સનું વચન આપીને 100થી વધુ છેતરપિંડી કરતી વેબસાઇટ્સની ઓળખ કરી હતી અને તેના પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી.
મંત્રાલયે કહ્યું કે, આ વેબસાઈટ વિદેશી કંપનીઓ દ્વારા ઓપરેટ કરવામાં આવી રહી છે. આ કંપનીઓ લોકોને છેતરવા માટે ડિજિટલ જાહેરાતો, ચેટ મેસેન્જર વગેરેનો ઉપયોગ કરતી હતી.
નિવેદન અનુસાર, તે પણ બહાર આવ્યું છે કે મોટા પાયે નાણાકીય છેતરપિંડીમાંથી મળેલી રકમને કાર્ડ નેટવર્ક, ક્રિપ્ટોકરન્સી અને આંતરરાષ્ટ્રીય ફિનટેક કંપનીઓનો ઉપયોગ કરીને દેશની બહાર મોકલવામાં આવી હતી.
નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ અને 1930 હેલ્પલાઈન દ્વારા છેતરપિંડીના આવા કેસોની ઘણી ફરિયાદો મળી હતી. મંત્રાલયે કહ્યું કે આ ગુનાઓ નાગરિકો માટે ખતરો છે અને ડેટા સુરક્ષા માટે પણ ખતરો છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
