ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજ સુધી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ધરતી પર એકપણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. પરંતુ હવે ટેસ્ટ મેચની વચ્ચે ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.
કેપ્ટન થયો ઘાયલ
ESPNcricinfo અનુસાર, ભારત સામેની ટેસ્ટ મેચના પહેલા દિવસે વિરાટ કોહલીની કવર ડ્રાઈવનો પીછો કરતી વખતે ટેમ્બા બાવુમા ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે મેદાનની બહાર ગયો હતો. એડન માર્કરામ કેપ્ટનશિપની જવાબદારી સંભાળી રહ્યો છે. બાવુમા તાજેતરમાં હેમસ્ટ્રિંગની ઈજામાંથી પરત ફર્યો છે. કેપ્ટન બાવુમાની ઈજાના કારણે દક્ષિણ આફ્રિકાની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ટેમ્બા બાવુમાએ દક્ષિણ આફ્રિકા માટે 56 ટેસ્ટ મેચોમાં 2997 રન બનાવ્યા છે, જેમાં 2 સદી સામેલ છે. આ સિવાય તેણે 38 ODI મેચમાં 1512 રન અને 36 T20 મેચમાં 670 રન બનાવ્યા છે. બાવુમાએ એકલા હાથે દક્ષિણ આફ્રિકાની ટીમ માટે ટેસ્ટ મેચોમાં ઘણી મેચો જીતી છે.
ભારત માત્ર ચાર ટેસ્ટ મેચ જીત્યું છે
ભારતીય ટીમે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાની ધરતી પર 23 ટેસ્ટ મેચ રમી છે અને માત્ર ચારમાં જ જીત મેળવી છે. 12 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 7 મેચ ડ્રો સાબિત થઈ છે. આ રીતે આફ્રિકાની ધરતી પર દક્ષિણ આફ્રિકાનો દબદબો છે. ભારતે અત્યાર સુધી માત્ર મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ આફ્રિકાની ધરતી પર જીત નોંધાવી છે. હવે કેપ્ટન રોહિત શર્મા પાસે ઈતિહાસ રચવાની મોટી તક છે.
આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી
આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ
આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી
આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી
